Gujarat News: અંબાલાલ પટેલની આગાહી લોકો ગંભીરતાથી લે છે. કારણ કે અંબાલાલની આગાહી ભાગ્યે જ ખોટી પડે છે. હાલમાં શિયાળો ચાલી રહ્યો છે અને ઠંડી જોઈએ એવી હજુ જામી નથી. ત્યારે માવઠું પણ ત્રાટકી શકે એવી શક્યતા છે. એવામાં હવે અંબાલાલે ફરીથી માવઠાં અને ઠંડીને લઈ નવી આગાહી કરી છે.
આજના તાપમાન વિશે વાત કરીએ તો…
રાજ્યના 9 શહેરોમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો પારો
નલિયા અને ગાંધીનગરમાં 11 ડિગ્રીએ પહોંચ્યુ તાપમાન
અમદાવાદ, ડીસા અને રાજકોટમાં 13 ડિગ્રી ઠંડી
અમરેલી, ભુજ અને વડોદરામાં 15 ડિગ્રી ઠંડી
અંબાલાલ પટેલે ફરીથી નવી આગાહી કરી છે અને ખેડૂતો તેમજ સામાન્ય જનતા માટે ખાસ સાવચેત રહેવાની જરૂર છે. આગાહી કરતા અંબાલાલે વાત કરી કે રાજ્યમા 17થી 19 ડિસેમ્બરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે ત્યાર બાદ 20 અને 21 ડિસેમ્બરના ઠંડીનો ચમકારો આવશે. 27થી 29 ડિસેમ્બરના અરબ અને બંગાળના ઉપસાગરમા હલચલ જોવા મળશે તેમણે વરસાદને લઈ પણ એક આગાહી કરી છે. એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને 22થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેશે.
11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે જે 24 જાન્યુઆરી સુધી રહેશે. આ વખતે જાન્યુઆરી માસમા હવામાનમાં ઘણા પલટા આવવાની શક્યતા રહેશે. આગળ વાત કરતાં અંબાલાલે કહ્યું કે નાતાલની આસપાસ ઠંડી વધશે. 29થી 31 ડીસેમ્બરના દેશના ઉત્તરિય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે.
Breaking: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ! ડી-કંપનીમાં હાહાકાર મચી ગયો
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા હિંદુઓએ અમેરિકામાં કાઢી ભવ્ય કાર રેલી, હવે સતત એક મહિના સુધી ચાલશે મહોત્સવ
દેશ સહિત રાજ્યનું હવામાન પલટાયુ છે. 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 10 જાન્યુઆરીના દક્ષિણ ભારતમા વરસાદના કારણે મુંબઈનુ હવામાન પલટાશે. જે બાદ 10થી13 જાન્યુઆરી સુધીમાં રાજ્યના હવામાનમાં પલટો આવેશે.