ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગી હતી, તેઓ કેટલા ભણેલા છે તે જાણવા માગતા હતા. કોર્ટે પીએમઓને પણ કહ્યું છે કે પીએમની ડિગ્રી સાર્વજનિક કરવાની કોઈ જરૂર નથી.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે મુખ્ય ચૂંટણી પંચ એટલે કે CEC એ એક આદેશ આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે PMO વડાપ્રધાન મોદીની ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી જારી કરે. આ જ આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જ્યાંથી CECના આદેશ પર સ્ટે લાદવામાં આવ્યો છે, જ્યારે અરવિંદ કેજરીવાલ પર દંડ ફટકારવામાં આવ્યો છે.
જો તમે પણ મચ્છર ભગાડવાની અગરબત્તી કરીને સુઈ જતા હોય તો સાવધાન, 6 લોકોના મોતથી આખા દેશમાં ફફડાટ
દંડ લગાવવાથી સીએમ કેજરીવાલ ખૂબ નારાજ થઈ ગયા છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે શું દેશના નાગરિકને પીએમની ડિગ્રી પણ ખબર નથી. તેઓ કહે છે કે શું દેશને એ જાણવાનો પણ અધિકાર નથી કે તેમના પીએમએ કેટલું વાંચ્યું છે? તેણે કોર્ટમાં ડિગ્રી બતાવવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. શા માટે? અને તેમની ડીગ્રી જોવાની માંગણી કરનારને દંડ થશે? આ શું થઈ રહ્યું છે? અભણ કે ઓછું ભણેલા પીએમ દેશ માટે ખૂબ જ ખતરનાક છે.