Atul Subhash Suicide Case : એઆઈ એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ જ્યાં અતુલના ભાઈની ફરિયાદ પર બેંગલુરુ પોલીસે અતુલની પત્ની, સાસુ અને અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી તો બીજી તરફ બુધવારે મોડી રાત્રે અતુલ સુભાષના સાળા અનુરાગ સિંઘાનિયા અને સાસુ નિશા સિંઘાનિયા ધરપકડના ડરથી ઘર છોડીને ભાગી ગયા.
તેના ભાગી જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અતુલની સાસુ નિશા સિંઘાનિયા રાતના અંધારામાં થોડે દૂર સુધી ચાલતી જોવા મળે છે. આ દરમિયાન તેનો સાળો અનુરાગ સિંઘાનિયા બાઈક લઈને આવે છે અને પછી બંને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ પહેલા અતુલ સુભાષની પત્ની નિકિતાના પરિવારનો મીડિયાને ધમકી આપતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. પરિવારના કોઈ પણ સભ્યએ મીડિયા સાથે વાત કરી નથી.
ભાઈએ 4 લોકો સામે એફઆઈઆર દાખલ કરી
આ પહેલા અતુલના ભાઈ વિકાસ કુમારે બેંગ્લુરુમાં પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળા અનુરાગ સિંઘાનિયા અને પિતરાઈ ભાઈ સસરા સુશીલ સિંઘાનિયા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના આરોપમાં એફઆઈઆર નોંધાવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ એફઆઈઆર બાદ આ તમામની ધરપકડ થઈ શકે છે. જેનાથી બચવા માટે તમામ ફરાર થઇ ગયા છે.
ભાઈએ જજ સામે પણ તપાસની માંગ કરી
વિકાસ કુમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મારા ભાઈએ તેના માટે બધું જ કર્યું હતું. જે કંઈ પણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ હતું. “હું સરકાર અને ભારતના રાષ્ટ્રપતિને વિનંતી કરવા માંગુ છું કે જો તેઓ સત્યની સાથે છે તો મારા ભાઈને ન્યાય મળવો જોઈએ નહીં તો મને પુરાવા આપો જેથી સાબિત થાય કે તે ખોટા છે. મારા ભાઈની આત્મહત્યામાં જે જજનું નામ છે તેની સામે યોગ્ય તપાસ થવી જોઈએ.”
હિંદુ મહિલાઓને તેમના પતિની સંપત્તિ પર કેટલો અધિકાર છે? સુપ્રીમ કોર્ટની મોટી બેંચ નિર્ણય કરશે
મામલો શું છે
અતુલ સુભાષની પત્ની નિકિતાએ જૌનપુરમાં દહેજ ઉત્પીડન, હત્યાના પ્રયાસ સહિત કુલ 9 કેસ દાખલ કર્યા હતા. અતુલ સુભાષના લગ્ન એક મેટ્રિમોનિયલ વેબસાઈટ દ્વારા કરવામાં આવ્યા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ નિકિતા ઘર છોડીને જૌનપુર આવી હતી. જ્યાં તેણે 10 લાખ રૂપિયાની દહેજની માંગ સાથે કેસ દાખલ કર્યો હતો. તે સમયે અતુલ સુભાષનો પગાર વાર્ષિક 40 લાખ રૂપિયા હતો. સતત નવા નવા કેસો અને વારંવાર કોર્ટની તારીખોથી કંટાળીને અતુલ સુભાષે પોતાનો જીવ આપી દીધો હતો. તેણે પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તે 120 વખત બેંગલુરુથી જૌનપુર ગયો હતો.