ઘણા એવા નેતા છે કે જેમના સત્તાનો નશો હોય અને જેના કારણે તે બેફામ વર્તન કરતાં જોવા મળતા હોય છે. ત્યારે હવે જે વીડિયો અને ઘટના સામે આવી છે એમાં જોવા મળ્યું છે કે નેતાનો દીકરો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યો છે. સત્તાનાં નશામાં દાદાગીરી કરી વિવાદમાં આવતો આ કિસ્સો જામનગરમાથી સામે આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતાના દીકરાની દાદાગીરી સામે આવી છે.
વિગતો મળી રહી છે કે શાસક પક્ષના નેતા કુસુમ પંડ્યાના દીકરાએ વેપારીને ધમકી આપીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ તરફ પોલીસે પણ તે વેપારીને માર માર્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે અને જેના કારણે હવે હોબાળો મચી ગયો છે. જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા પણ આ કરતૂતના લીધે વિવાદમાં આવ્યા છે. મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા કુસુમ પંડ્યાના દીકરા હર્ષિલ પંડ્યાએ એક વેપારીને ધમકી આપીને માર માર્યો હોવાની વાત હાલમાં ચારેકોર ચર્ચામાં છે.
આ પણ વાંચો
હવે બરાબરની ધબધબાટી બોલશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે, અસિત મોદીની કરતૂત દુનિયા સામે આવશે
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાંડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ તરફ સ્થાનિક પોલીસે પણ વેપારીને માર માર્યો હોવાનો સંભળાઈ રહ્યું છે. મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા કુસુમ પંડ્યાના દીકરા હર્ષિલ પંડ્યાનો વિડીયો અને પોલીસની આ કામગીરી પર હાલમાં અનેક સવાલો થઈ રહ્યા છે. વિડિયો વાયરલ થતાં શહેરભરમાં હડકંપ મચી ગયો છે. આ તરફ સ્થાનિકોમાં ચર્ચા છે કે, સત્તાના જોરે વેપારીને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે વેપારીને ન્યાય મળશે કે કેમ?