હાલમાં ટીમ ઈન્ડિયા રાજકોટના આંગણે છે. ત્યારે રાજકોટથી એક ખૂબ જ ચોંકવનારા સમાચાર સામે આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો iPhone ચોરાય ગયો છે. ગઈ કાલે સાંજના પાંચ વાગ્યાથી લઈ રાતના આઠ વાગ્યા સુધી ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી, એ પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી.
હવે વાત એવી છે કે પ્રેસ કોન્ફરન્સ પુરી થયા પછી અથવા તો નેટ પ્રેક્ટિસમાં રોહિત શર્માનો iPhone ચોરાયો છે. સમગ્ર મામલે પડધરી પોલીસ સ્ટેશનના PSI જીજે ઝાલા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓને તમામે કોઈપણ જાતની સત્તાવાર રીતે ફરિયાદ ન મળી હોવાનું જણાવ્યું છે. તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મીડિયા મેનેજર હિમાંશુ શાહે iPhone ચોરાયો હોવાની બાબત પોતાના ધ્યાને ન આવી હોવાનું જણાવ્યું છે.
અખાતી દેશોમાંથી રિલાયન્સ પર નાણાંનો બેફામ વરસાદ, અંબાણીને બીજું સૌથી મોટું ભંડોળ મળ્યું
તહેવારોની સિઝન પહેલા SBIએ આપી સૌથી મોટી ભેટ, હવે જાન્યુઆરી 2024 સુધી મળશે આ ખાસ સુવિધા
આજથી જ મેઘરાજાએ બાય બાય કહેવાનું શરૂ કરી દીધું, પરેશ ગોસ્વામીની આગાહી ખેડૂતો ખાસ જાણી લેજો
જો કે આ સમગ્ર મામલે સૂત્રોનું કહેવું છે કે રોહિત શર્મા દ્વારા પોતાનો iPhone ગુમ થયો હોવાની જાણ કરવામાં આવતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ અને રાજકોટ ગ્રામ્ય પોલીસના અધિકારીઓ તેમજ જવાનો દ્વારા મોડી રાત સુધી iPhone શોધવા માટે તપાસ ચાલી હતી. પરંતુ રોહિત શર્માનો iPhone મળ્યો ન હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે iPhone બાબતે કોઈ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાય છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે.