પીઠ પર ઊંડો ઘા, પગમાં ગંભીર ઈજા, માથું ફુટી ગયું…. ક્રિકેટર ઋષભ પંતના અકસ્માતની તસવીરો જોઈ ફફડી જશો, કાર બળીને ખાખ

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ઋષભ પંતની કારનો અકસ્માત સવારે 5.15 વાગ્યે થયો હતો. તેમની BMW કાર નરસન બોર્ડર પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં વાહન સંપૂર્ણ રીતે ખાખ થઈ ગયું હતું. ઋષભ પંતને રૂરકીની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે ઋષભની ​​હાલત ખતરાની બહાર છે. કેટલાકને ઈજાઓ થઈ છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ઋષભ પંતની કારનો અકસ્માત

આ દુર્ઘટનામાં ઋષભ પંત ખરાબ રીતે ઘાયલ થયો છે. તેની પીઠ પર ઊંડા ઘા છે. ડૉક્ટરોનું કહેવું છે કે તેને પગમાં ગંભીર ઈજાઓ છે. ડોકટરો તેની પ્લાસ્ટિક સર્જરી કરવાની વાત કરી રહ્યા છે. ઋષભ પંત સાથે કાર અકસ્માતના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે

 

કાર ડિવાડર સાથે અથડાઈ, બળીને ખાખ થઈ ગઈ

પંતની હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોના ફોટા પણ જોઈ શકાય છે. ડૉક્ટરે જણાવ્યું છે કે પંતને પગમાં ગંભીર ઈજા થઈ છે. શરીર પર અનેક જગ્યાએ ગંભીર ઘા છે. હાલ તેઓની તપાસ કરવામાં આવી રહી છે. તેમની કાર ડિવાડર સાથે અથડાઈ હતી અને ત્યાં જ બળીને ખાખ થઈ ગઈ હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હોસ્પિટલમાંથી સામે આવેલી તસવીરો પણ હાલમાં વાયરલ થઈ રહી છે.

ઋષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો

25 વર્ષીય ઋષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ તેમની કારમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. સૂત્રોનું કહેવું છે કે ઋષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઋષભ પંતના પગમાં ગંભીર ઈજા થઈ છે. તેની પ્લાસ્ટિક સર્જરી થશે.

 


Share this Article
TAGGED:
Leave a comment