રાજકારણ એવુ પાસું છે જેનો મોહ નેતાઓને છૂટતા છૂટતો નથી. તેમાં પણ પદ પરથી હટી ગયા બાદ આવાસ ખાલી કરવા ય કોઈ તૈયાર થતુ નથી. આવામાં મંત્રીઓ બાદ હવે ધારાસભ્યોનો બંગલાનો મોહ છૂટતો નથી. અગાઉ સમાચાર વહેતા થયા હતા કે પૂર્વ ધારાસભ્યોએ હજુ સરકારી ક્વાટર ખાલી કર્યા નથી. પરંતુ સમાચાર મળી રહ્યા છે કે એક ધારાસભ્યનું તાળું તોડી ક્વાટરનો કબજો લેવામાં આવ્યો છે. ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમારને જાણ કરી તેનું તાળું તોડવામાં આવ્યું છે.
કોણે આવાસ ખાલી નથી કર્યા?
સુમન ચૌહાણ,કાલોલ
ગ્યાસુદ્દીન શેખ,દરિયાપુર
રાઘવજી મકવાણા,મહુવા
કાળુસિંહ ડાભી,કપડવંજ
કાંતિ સોઢા પરમાર,આણંદ
અશ્વિન કોટવાલ,ખેડબ્રહ્મા
પરસોત્તમ સોલંકી,રાજ્યકક્ષાના મંત્રી
સરકારી બંગલાનો મોહ છૂટતો નથી
વિધાનસભાની નોટિસ બાદ પણ ૭ ધારાસભ્યોએ ક્વાટર ખાલી કર્યા નથી. કાલોલના ધારાસભ્ય સુમન ચૌહાણ અને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ક્વાટર ખાલી કર્યા નથી. મહુવાના ધારાસભ્ય રાઘવજી મકવાણા અને કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ૨ ડાભી, આણંદના ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર અને ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને રાજ્યકક્ષાના દ મંત્રી પરસોત્તમ સોલંકીએ પણ પોતાનું ક ક્વાટર ખાલી કર્યું નથી. તાજેતરમાં જ આપણે જોયુ હતું કે, ક રૂપાણી સરકારના ૧૬ મંત્રીઓને પદ તો ગયું પણ સરકારી બંગલાનો મોહ છૂટતો નથી. પરંતુ ધારાસભ્યો પણ ઓછા નથી. પૂર્વ ધારાસભ્યોએ સÄ નિવાસમાં અડિંગો જમાવ્યો છે. સદસ્ય નિવાસમાં અનેક પૂર્વ ધારાસભ્ય આવાસ ખાલી કરી નથી રહ્યાં. જેને કારણે ચાલુ ધારાસભ્યો મકાન વિહાણો બન્યા છે.
આવાસ ખાલી કરવા ગલ્લાતલ્લા
ગુજરાતના આ ગામનું તો નામ જ છે વેલેન્ટાઈન ડે, 3 પેઢીથી અહીં 90 ટકા લોકો કરી રહ્યા છે પ્રેમલગ્ન
જો તો ખરી કેવા દિવસો આવ્યા, રાત્રે એક વાગ્યે આ અબજોપતિ સાફ સફાઈ કરતો જોવા મળ્યો, ખૂદ જણાવી મજબૂરી
બજેટ સત્ર દરમિયાન ચાલુ ધારાસભ્યોને અન્ય સ્થળે મકાન શોધવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આ કારણે પૂર્વ ધારાસભ્યોને મકાન ખાલી કરવા નોટિસ અપાઈ હતી. આ ધારાસભ્યો હવે પૂર્વ બની ગયા છે, છતાં તેઓ સરકારી આવાસ ખાલી કરવા ગલ્લાતલ્લા કરી રહ્યાં છે. આ પૂર્વ ધારાસભ્યો એમએલએ ક્વોટર્સમાંથી મકાન ખાલી કરી નથી રહ્યાં. હાલ પુરુષોત્તમ સોલંકી મંત્રી તરીકે છે.