Billionaire List 2023: વર્ષની શરૂઆતમાં હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા બાદ ગૌતમ અદાણી વિશ્વભરના અબજોપતિઓ તરફથી સખત પડકારનો સામનો કરી રહ્યા છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023માં બીજા સ્થાને પહોંચ્યા બાદ ગૌતમ અદાણી હવે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં પાછળ રહી ગયા છે. વિશ્વના અબજોપતિઓમાં ચાલી રહેલા ખળભળાટ વચ્ચે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને દિવાળી પહેલા મોટો આંચકો લાગ્યો છે. તે વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં ટોપ-20માંથી બહાર થઈ ગયા છે.
યાદીમાં બિલ ગેટ્સ ચોથા સ્થાને અને લેરી એલિસન પાંચમા સ્થાને પહોંચી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર, ગૌતમ અદાણી પાસે $63 બિલિયનની સંપત્તિ છે અને તેઓ 21મા સ્થાને છે. તેમની નીચે ઝોંગ શાનશાન $62.8 બિલિયનની સંપત્તિ સાથે 22મા સ્થાને છે. એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિની યાદીમાં મુકેશ અંબાણી પછી અદાણી બીજા સ્થાને અને ઝોંગ શાનશાન ત્રીજા સ્થાને છે. આ રીતે એશિયાના બીજા અને ત્રીજા ક્રમના અબજોપતિઓ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ટોપ-20માંથી બહાર છે.
ઈલોન મસ્ક 241 બિલિયન ડોલર સાથે નંબર વન
વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 241 બિલિયન ડોલરની સંપત્તિ સાથે એલોન મસ્ક પ્રથમ ક્રમે છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેઓએ 104 અબજ ડોલરની કમાણી કરી છે. જ્યારે ગૌતમ અદાણીએ સૌથી વધુ 57.6 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે. આ રીતે તેઓ પોતાની સંપત્તિ ગુમાવનારા અબજોપતિઓમાં પ્રથમ સ્થાને છે. માર્ક ઝકરબર્ગે આ વર્ષે બીજા નંબરની સૌથી વધુ સંપત્તિ $71 બિલિયનની કમાણી કરી છે. પરંતુ તે 117 અબજ ડોલર સાથે વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં આઠમા સ્થાને છે.
બર્નાર્ડ આર્નોલ્ટ પાસે $169 બિલિયનની સંપત્તિ છે
વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં બીજા સ્થાને રહેલા બર્નાર્ડ આર્નોલ્ટ પાસે $169 બિલિયનની સંપત્તિ છે. ત્રીજા સ્થાને જેફ બેઝોસ છે, તેમની પાસે 153 અબજ ડોલરની સંપત્તિ છે. ચોથા નંબરના બિલ ગેટ્સ પાસે 125 બિલિયન ડોલરની સંપત્તિ છે.
નવરાત્રિના પહેલા જ દિવસે આ 3 કલાક રહેશે અતિ અશુભ, જોજો થાપ ન ખાઈ જતાં, જાણો ઘટસ્થાપનનો સાચો સમય
નવરાત્રિના આ 3 યોગ ખોલશે લોકોની કિસ્મતના તાળા, મા દુર્ગા વરસાવશે અપાર ધન, તિજોરીમાં જગ્યા ઓછી પડશે
પાંચમા સ્થાને પહોંચેલા લેરી એલિસન પાસે $125 બિલિયનની સંપત્તિ છે. જ્યારે લેરી પેજ 123 અબજ ડોલર સાથે છઠ્ઠા સ્થાને છે. સર્ગેઈ બ્રિન $117 બિલિયનની સંપત્તિ સાથે સાતમા સ્થાને છે. આ પછી આઠમા નંબરે માર્ક ઝકરબર્ગ છે, તેમની પાસે પણ 117 અબજ ડોલરની સંપત્તિ છે.