પાણીમાં ડૂબેલા જહાજમાંથી ખજાનો મળી આવ્યો છે. તે વિશ્વના સૌથી મૂલ્યવાન ખજાનામાંથી એક છે. આ જહાજ કોલંબિયાના દરિયાકાંઠે સમુદ્રના તળમાં ડૂબી ગયેલું જોવા મળ્યું હતું. આ જહાજ સેન જોસ ગેલિયન તરીકે ઓળખાય છે. કોલંબિયન નેવીએ આ જહાજ પર ખજાનો શોધી કાઢ્યો હતો. એક અંદાજ મુજબ, તેના પર લગભગ $17 બિલિયનની કિંમતનું સોનું, ચાંદી અને ઝવેરાત હતા. આ જહાજ 1708 માં ડૂબી ગયું હતું અને લગભગ 300 વર્ષ પછી તેનો ભંગાર મળી આવ્યો હતો. આ જહાજને રોબોટ દ્વારા પાણીની નીચે શોધી શકાય છે. જોકે તેનું ચોક્કસ સ્થાન હજુ પણ ગુપ્ત રાખવામાં આવ્યું છે.
આ જહાજને એક સમયે સ્પેનિશ નેવીનો તાજ કહેવામાં આવતું હતું. 1708માં તેને બ્રિટિશ નૌકાદળ દ્વારા ઉડાવી દેવામાં આવ્યું હતું. આ જહાજ પર 64 તોપો હતી. આ તોપો માટે વપરાતો ગનપાઉડર પણ અહીં હતો. યુદ્ધ દરમિયાન આ ગનપાઉડરમાં આગ લાગી હતી. વિસ્ફોટ બાદ જહાજ ડૂબી ગયું. તેમાં 600 ક્રૂ હતા, જે એકસાથે ડૂબી ગયા હતા. પરંતુ વહાણની સાથે દરિયામાં સોના, ચાંદી અને નીલમણિના ઢગલા પણ ખોવાઈ ગયા હતા. આજના ભાવે આ ખજાનો $17 બિલિયનનો હોવાનું માનવામાં આવે છે. આ જ કારણ હતું કે તેને શોધવાનું કામ ચાલી રહ્યું હતું.
Colombia's Navy has released images of artifacts found scattered near a Spanish galleon laden with gold that sank to the bottom of the Caribbean more than 300 years ago. pic.twitter.com/ojKKtvdsC9
— The Associated Press (@AP) June 7, 2022
2015 માં વુડ્સ હોલ ઓશનોગ્રાફિક ઇન્સ્ટિટ્યુશન (WHOI) દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. આ જહાજ પર કાંસાની બંદૂકો વડે ડોલ્ફિન કોતરવામાં આવી હતી. જેને જોઈને તેની ઓળખ થઈ હતી. બે વર્ષ પછી, કોલંબિયાની સરકારે ખજાનો પાછો મેળવવા માટે સર્ચ ઓપરેશનની જાહેરાત કરી. આ પછી, રોબોટ્સની મદદથી, વિશ્વને પ્રથમ વખત પાણીની નીચે ચમકતા કિંમતી ખજાનાની ઝલક મળી. કોલંબિયાની નૌકાદળ રિમોટ દ્વારા 3,100 ફૂટની ઊંડાઈમાં ગઈ હતી.
જ્યારે તેની તસવીરો સામે આવી ત્યારે દુનિયા ચોંકી ઉઠી હતી. વહાણ પર સોનાના ટુકડા, તોપો અને પોર્સેલિન કપ પથરાયેલા હતા. આ જહાજ પર સમુદ્રના તળ પર કાંસાની તોપો, તલવારો અને માટીના વાસણો પણ જોવા મળ્યા હતા.
ગુજરાતના આ ગામનું તો નામ જ છે વેલેન્ટાઈન ડે, 3 પેઢીથી અહીં 90 ટકા લોકો કરી રહ્યા છે પ્રેમલગ્ન
જો તો ખરી કેવા દિવસો આવ્યા, રાત્રે એક વાગ્યે આ અબજોપતિ સાફ સફાઈ કરતો જોવા મળ્યો, ખૂદ જણાવી મજબૂરી
કોલંબિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઇવાન ડ્યુકે કહ્યું હતું કે, ‘અમે આ ખજાનો પાછો મેળવવા માંગીએ છીએ.’ અહેવાલો અનુસાર, સ્પેને ઓછામાં ઓછા 200 ટન સોનું, ચાંદી અને ઝવેરાત રાજા ફિલિપ પાંચમને દક્ષિણ અમેરિકામાં વસાહત દ્વારા મોકલ્યા હતા. જેથી તે અંગ્રેજો સામે યુદ્ધ લડી શકે.