ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના પાલ સ્થિત RTO કચેરીની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા

Lok Patrika Desk
By Lok Patrika Desk
RTO
Share this Article

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ RTOને લઈ મહત્વનો આદેશ ફરમાવ્યો છે. તેમણે આદેશ કર્યો છે કે, યુવતીઓના નંબર રજિસ્ટર પર નોંધવા નહીં. આપને જણાવી દઈએ કે, ડ્રાઈવિંગ ટેસ્ટ સમયે ટ્રેક પર નંબર લખવામાં આવે છે.

RTO

સુરતના પાલ RTOની ઓચિંતી લીધી હતી

મંત્રી હર્ષ સંઘવી ફરી એક વખત એક્શન મોડમાં જોવા મળી રહ્યાં છે. ગઈકાલે સવારે તેઓ સુરતના પાલ RTOની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે RTO કચેરીમાં થતી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ હર્ષ સંઘવીએ RTO કચેરી ખાતે પહોંચ્યા હોવાની જાણ થતાં જ સરકારી બાબુઓ કચેરી ખાતે દોડી આવ્યા હતા. પાલ આરટીઓ ખાતે પહોચીને હર્ષ સંઘવીએ અલગ અલગ વિભાગમાં વિઝીટ કરીને સ્ટાફ સાથે વાતચીત કરી હતી. તો RTO કચેરી ખાતે લાયસન્સ, નંબર પ્લેટ સહિતના કામ અર્થે આવેલા અરજદારોની સાથે પણ ચર્ચા કરી હતી અને તેમની ફરિયાદ સાંભળી હતી. મહત્વનું છે કે, આ પહેલા હર્ષ સંઘવીએ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે જેલના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરીને ચર્ચાઓ કરી હતી.

ગુજરાતીઓ ચાર દિવસ બેફામ માવઠા માટે થઈ જાઓ તૈયાર, વીજળીના કડાકા-ભડાકા સાથે આ વિસ્તારમાં ખાબકશે મેઘો

હવે આધાર કાર્ડ વગર પણ બની જશે ડ્રાઇવિંગ લાયસન્સ, આ ડોક્યુમેન્ટ હશે તો કામ થઈ જશે, જાણો મહત્વના સમાચાર

ફરીથી મહારાષ્ટ્રની રાજનીતિમાં આવશે મોટો ભૂચાલ, રાજ્યને નવા મુખ્યમંત્રી મળશે, જાણો હવે શું ધબધબાટી બોલી ગઈ

વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનો આદેશ

યુવતીઓનો નંબર રજિસ્ટરમાં ન નોંધવા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે. યુવતીઓની સલામતીને ધ્યાનમાં રાખી આદેશ કર્યો છે તેમજ ગઈકાલે વાહન વ્યવહાર મંત્રીએ સુરત RTOની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ અધિકારીઓ સાથે તેમજ RTO કચેરીએ આવેલા લોકો સાથે પણ ચર્ચા કરી હતી.


Share this Article
TAGGED: , ,