Gujarat NEWS: અંબાજી પ્રસાદને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. પ્રસાદ મોહનથાળમાં વપરાયેલ ઘીના નમૂના ફેલ નીકળ્યા છે. ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગે લીધેલ નમૂનાઓમાં ભેળસેળ હોવાનુ સામે આવતા આખા ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે.
તાજેતરમાં આવેલા સમાચાર મૂજબ મોહનથાળ બનાવાવ માટે શુદ્ધ ઘીની જગ્યાએ ભેળસેળવાળું ઘી વાપર્યું હોવાનું સામે આવ્યું છે. મોહનથાળના ઘીના નમૂના ફેલ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 15 કિલોના 200 જેટલા ઘીના ડબ્બા ફેલ કર્યા છે. તો જિલ્લા કલેકટરે મંદિરમાં પ્રસાદ બનાવતા કોન્ટ્રાકટરને પણ બ્લેક લિસ્ટ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા ભાદરવી પૂનમના મેળા અગાઉ ફૂડ વિભાગે સેમ્પલ લીધા હતા. અંબાજી મંદિરનો પ્રસાદ બનાવતા મોહિની કેટરર્સમાંથી ઘીના સેમ્પલ લેવાયા હતા. ફુડ વિભાગે જે-તે સમયે 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા. આ ઘીના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયા હતા, જે ફેલ નીકળ્યા છે. ત્યારે અંબાજી મેળામાં કરોડોનો પ્રસાદ લોકોને વેચી દેવામાં આવ્યો છે એ બધા અસલી હતા કે નકલી એના પર પણ સવાલો થઈ રહ્યા છે.