ગુજરાતમાં પેપર લીક થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ પણ પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. જ્યારે ફરી એકવાર પેપર લીક થવાની ઘટના સામે આવતો મહેનત કરતા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી છે. ત્યારે યુવાનો તરફથી અમુક મીમ અને જોક્સ શેર કરવામાં આવી રહ્યા છે. જે કંઈક નીચે પ્રમાણે જોવા મળી રહ્યા છે.
-ફૂટતા નથી પેપર, ફૂટે છે લોકોના ભાગ,
કડકડતી ઠંડીમાં નથી થતા પેપર લીક ,
લીક થાય છે સાચા હૈયામાંથી શ્રાપ.
લી.-ખુશાલ પાથર
-હજી તો ઘરેથી જાન લઈને નીકળ્યા નથી ને સામેથી news આવ્યા કે દુલ્હન એના પ્રેમી જોડે ભાગી ગઈ- જુ. ક્લાર્કનો ઉમેદવાર
-કમોસમી વરસાદને લીધે પેપર પલળી ગયા…. હવે સુકાય ત્યારે વાત
-વેદો તરફ પાછા વળો કોને કહ્યું હતું? જવાબ- સ્વામિ દયાનંદ સરસ્વતી
ઘર તરફ પાછા વળો કોણે કહ્યું? જવાબ- ગૌણ સેવા પસંદગી મંડળ
-ગુજરાત માં 9,00,000 કરતા પણ વધારે યુવાનો પરીક્ષા આપવાના હતા એમાં પણ ખાસ 156 સીટ લાવવામાં જેમનો ખાસ ફાળો છે એવા ભાજપ માં કાર્યકર્તાઓ ના છોકરાઓ પણ પરીક્ષા આપવાના હતા , જેથી એ કાર્યકર્તાઓ ને દુઃખદ ઘટના બની એ સહન કરવાની શક્તિ ભગવાન આપે એવી પ્રાર્થના
-આ તો ગુજરાત છે ભાઈ, અહીં નદીમાં બાંધ કરતા પેપર વધારે ફૂટે છે
-અરે ઓ સાંભા ગુજરાતમાં ક્યા ચલ રહા હૈ, સર જી ફિલહાલ તો પેપર ફૂટ રહા હો અને યુવાન માથા કૂટકર રો રહા હૈ
પેપર ફૂટવાનું લિસ્ટ જોઈને તમને પણ એવું જ લાગશે કે ગુજરાતમાં પેપર ફૂટવા સિવાય બીજું કંઈ થયું જ નથી કે શું? કારણ કે લીસ્ટ બહુ લાંબુ છે… જુઓ ગુજરાતમાં ક્યારે ક્યારે પેપર ફૂટ્યા?
2014- રેવન્યુ તલાટીની ભરતી
2014- ચીફ ઓફિસર
2015- તલાટીની પરીક્ષા
2018- મુખ્ય સેવિકાની પરીક્ષા
2018- નાયબ ચિટનીસની પરીક્ષા
2018- લોક રક્ષક દળ
2018- શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT
2019- બિન સચિવાલય ક્લાર્ક
2021- હેડ ક્લાર્ક
2021- DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી
2021- સબ-ઓડિટર
2022-વનરક્ષકનું પેપર ફૂટ્યું
2022- જૂનિયર કલાર્ક