ત્રણ દિવસ પહેલા ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવેને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા હતા. કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવતા જ ચારેકોર ચર્ચા થવા લાગી હતી. પવન જોષીની બહેનના લગ્ન કિંજલના ભાઈ આકાશ સાથે નક્કી કરેલા હતા. પરંતુ પવનની બહેને બીજા સાથે કોર્ટ મેરેજ કરી લેતા સગાઈ તૂટી હોવાની વાત સામે આવી હતી, ત્યારે હવે કિંજલ દવેએ સાડીમા સુંદર ફોટો અપલોડ કરીને લખ્યું કે જિંદગી જ્યારે પણ તમને ઉગાડે ત્યારે નવી સુગંધ સાથે ખીલો.. સુપ્રભાત મિત્રો…
આ તસવીર પર લોકોની કોમેન્ટનું અને લાઈક્સનું પુર આવ્યું છે. બધા ફેન્સ કહી રહ્યા છે કે તમે સુંદર છો, જીવનમાં આવું તો ચાલ્યા કરે, આપણે એ બધું ભૂલી જઈને આગળ વધવાનું હોય, સોશિયલ મીડિયા પર હાલમાં આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પહેલા કિંજલ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામ કરતી હતી અને ધીરે ધીરે જાણીતી બની ગઈ, હવે તો વિદેશમાં પણ કિંજલના દાયરાની ધૂમ મચી રહી છે. કિંજલની સગાઈ પવન સાથે થઈ ત્યારે પણ કિંજલની ખુબ જ ચર્ચા કરવામાં આવી હતી. માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના સૂરીલા અને મધૂર કંઠથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ દવેની હાલમાં ફેન ફોલોઈંગ કોઈ બોલિવૂડ સ્ટાર કરતા ઓછી નથી.
સફળતાની ટોચ પર રહેલી કિંજલ પરંપરાગત રીતે સગાઈ કરી હતી. જો કે હવે એ સગાઈ તૂટી ગઈ છે. કિંજલ દવે તેના અવાજની સાથે તેના લોકસંગીતના કાર્યક્રમોમાં એન્ટ્રી માટે પણ જાણીતી છે. કિંજલ કોઈપણ કાર્યક્રમમાં એન્ટ્રી મારે તો તેની કાર હંમેશા લક્ઝુરિયસ જ હોય છે. તેની એન્ટ્રી ઓડી, બીએમડબલ્યું કે મોંઘીદાટ કારોથી જ એન્ટ્રી થાય છે. કિંજલના પિતાનો સંઘર્ષ પણ એટલો જ જાણીલો છે.
બહારથી આવેલો આ માણસ આજીવન નહીં ભૂલે અમદાવાદ ‘ખાખીની ખાનદાની’, જાણીને તમને પણ પોલીસ પર ગર્વ થશે
ડરામણા દિવસો પાછા આવી ગયા! 1 દિવસના કોરોના કેસ સાંભળીને ખળભળાટ મચી ગયો, 114 દિવસનો રેકોર્ડ તૂટી ગયો
ઉલ્લેખનીય છે કે કિંજલ દવેની પાંચેક વર્ષ અગાઉ પવન જોશી સાથે સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચારા વાયુવેગે ફેલાયા છે. જલના ફિયોન્સ પવનની બહેન સાથે આકાશ દવેની પણ સગાઈ થઈ હોવાની માહિતી મળી હતી. પવન જોશીની બહેને અન્ય જગ્યા એ કોર્ટ મેરેજ કરી લેતા હવે કિંજલ દવેની પણ સગાઈ તૂટી ગઈ હતી. તેમની સગાઈના ફોટો તેમજ પવન સાથેના બધા ફોટો પણ ડિલિટ કરી દેવામાં આવ્યા છે. કિંજલ દવેના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટમાં ક્યાંય પણ પવન સાથેનો એક ફોટો જોવા મળતો નથી.