ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 18 મે, ગુરુવારે એક એવી મેચ રમાઈ જે હંમેશા યાદ રહેશે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આ પ્રથમ વખત હતો જ્યારે બંને ટીમો દ્વારા સદી ફટકારવામાં આવી હતી. હૈદરાબાદ માટે હેનરી ક્લાસને ધમાકેદાર ઇનિંગ્સમાં સદી ફટકારી હતી, તો વિરાટ કોહલીએ પણ લક્ષ્યનો પીછો કરતી વખતે સદી ફટકારી હતી.
આઈપીએલ પ્લેઓફની રેસમાં સાતત્યપૂર્ણ દેખાવ કરી રહેલા આરસીબીએ હૈદરાબાદ સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. હેનરી ક્લાસેનની તોફાની સદીના આધારે હૈદરાબાદની ટીમે બેંગ્લોર સામે 5 વિકેટે 186 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ટાર્ગેટનો પીછો કરતા વિરાટ કોહલીએ તેના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સાથે એવી ભાગીદારી રમી કે જેણે હૈદરાબાદને ક્યારેય મેચમાં પ્રવેશવા દીધો નહીં. બેંગ્લોરની ટીમે વિરાટ કોહલીની ધમાકેદાર સદી અને ડુ પ્લેસિસની ફિફ્ટીના આધારે 19.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.
વિરાટ કોહલીએ હૈદરાબાદ સામે 62 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને પોતાની ટીમની જીતનો પાયો નાખ્યો હતો. 18 મેના રોજ આ દિગ્ગજ ખેલાડીએ RCB માટે સદી ફટકારી હતી. આ પહેલા 18 મે 2016ના રોજ પણ વિરાટ કોહલીએ IPLમાં સદી ફટકારી હતી.
વિરાટ કોહલી અને નંબર 18 વચ્ચેનો સંબંધ અદ્દભૂત છે. આ અનુભવી ખેલાડી 18 નંબરની જર્સી પહેરીને મેચ રમવા આવે છે. 18 મે 2023 ના રોજ, તેણે 4 વર્ષથી ચાલી રહેલા IPL સદીના દુષ્કાળનો અંત કર્યો. આ મેચમાં 100 રન બનાવીને આઉટ થયેલા વિરાટે 18 મે 2016ના રોજ પંજાબ કિંગ્સ સામે 113 રનની ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો
2016માં વિરાટ કોહલીએ રમેલી 113 રનની ઈનિંગમાં તેના હાથને ખરાબ રીતે ઈજા થઈ હતી. હાથ પર ઈજા બાદ આરસીબીના આ દિગ્ગજ ખેલાડીને 9 ટાંકા આવ્યા છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેણે આરામ કરવાને બદલે પોતાની ટીમ માટે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ધમાકેદાર સદી પણ ફટકારી.