Gujarat News: હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની નવી આગાહી સામે આવી છે કે ઈસ્ટર્નલી પવન અને ભેજ રહેતા વરસાદી માહોલ સર્જાશે. કાલની જ આગાહીની વાત કરવામાં આવે તો 24 નવેમ્બરે સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદનાં સંકેત જોવા મળી રહ્યા છે.
એ જ રીતે 25 નવેમ્બરે દક્ષિણ ગુજરાત તેમજ દાહોદ, પંચમહાલ,ખેડા અને આણંદ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ સહિત કેટલાક જિલ્લામાં વરસાદ થવાની શક્યતા જોવામાં આવી રહી છે.
ત્યારે આગામી બે દિવસ ગુજરાત પર ભારે છે અને એક તરફ જગતના તાત માટે પણ ચિંતાનો વિષય જોવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલમાં શિયાળો ચાલી રહ્યો છે અને લોકો ક્યાંક ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે જ વરસાદની આગાહી કરાતાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે.
નવી આગાહી કરતાં હવામાન વિભાગે કહ્યું કે રાજ્યનાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસશે. રાજકોટ, સુરેન્દ્ર નગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.