મુકેશ અંબાણીને મળ્યો વધુ એક ધમકીભર્યો ઈમેલ, 400 કરોડની ખંડણી નહીં ચૂકવે તો પરિણામ ભોગવવાની ધમકી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Business News : પહેલો ધમકીભર્યો ઇમેઇલ ૨૬ ઓક્ટોબરે મળ્યો હતો. આમાં ધમકીએ 20 કરોડ રૂપિયાની માંગ કરી હતી. બાદમાં કિંમત વધારીને ૨૦૦ કરોડ રૂપિયા કરવામાં આવી હતી. એટલું જ નહીં ત્યાર બાદ ત્રીજા ઈમેલમાં તેમણે 400 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને સતત ઇમેલ દ્વારા ધમકીઓ મળી રહી છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે, ફરી એકવાર ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે. આ ધમકી બીજા કોઇએ નહીં પરંતુ એ જ અજ્ઞાત વ્યક્તિએ આપી છે, જેણે 400 કરોડ રૂપિયાની માંગણી કરતો ઇમેલ મોકલ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ૩૧ ઓક્ટોબરથી ૧ નવેમ્બરની વચ્ચે બે ધમકીભર્યા ઇમેઇલ્સ પ્રાપ્ત થયા હતા. આ સાથે જ અગાઉ મોકલવામાં આવેલા મેલની અવગણના કરવામાં આવશે તો પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે.

 

પહેલા 20, પછી 200 અને હવે…

ધમકીભર્યો ઇમેઇલ સૌ પ્રથમ ૨૬ ઓક્ટોબરે મળ્યો હતો. આમાં ધમકીએ 20 કરોડ રૂપિયાની માંગ કરી હતી. બાદમાં કિંમત વધારીને ૨૦૦ કરોડ રૂપિયા કરવામાં આવી હતી. જો પૈસા નહીં આપે તો મુકેશ અંબાણીને ગોળી મારી દેવાની ધમકી પણ આપી હતી. એટલું જ નહીં ત્યાર બાદ ત્રીજા ઇમેલમાં તેમણે 400 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

અંબાણીના ઓફિશિયલ આઇડી પર મોકલવામાં આવેલા ત્રીજા ઇમેઇલમાં લખવામાં આવ્યું હતું કે, “તમારી સુરક્ષા ગમે તેટલી સારી હોય, પરંતુ અમે તમને મારી શકીએ છીએ.” આ વખતે તેની કિંમત ૪૦૦ કરોડ રૂપિયા છે અને પોલીસ મને શોધી શકશે નહીં અને ધરપકડ કરી શકશે નહીં. ‘

 

લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે, કુંવારાઓ અને પરણેલાઓ ખાસ જાણી લો 7 વચનનો ઉંડાણપૂર્વક અર્થ

અડધી રાત્રે ભૂકંપનો ભયંકર આંચકો, 129 લોકોના મોત… આખું ભારત થરથર ધ્રુજી ઉઠ્યું, અધિકારીઓની રજા રદ્દ

“શું તમે જાણો છો ? સ્વયં ગાય જ એક માત્ર સ્વર્ગમાં જવાની સીડી છે.” વાંચો કૃષ્ણપ્રિયાનો લેખ

 

ગયા વર્ષે પણ ધમકીઓ મળી હતી.

આ પહેલીવાર નથી જ્યારે મુકેશ અંબાણીને આવી ધમકી મળી હોય. આ પહેલા ગયા વર્ષે મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસે બિહારના દરભંગાના એક શખ્સને ફોન કરીને ધમકી આપવાના આરોપમાં ધરપકડ કરી હતી. આરોપીઓએ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી.

 

 


Share this Article
TAGGED: