દિલ્હી હાઈકોર્ટે પોતાની મરજી મુજબ જીવનસાથીની પસંદગી કરવા અંગે મહત્વની ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે આસ્થા અને ધર્મ કોઈને પણ પોતાની ઈચ્છા મુજબ જીવનસાથી પસંદ કરતા રોકી શકે નહીં.
હાઈકોર્ટે કહ્યું કે લગ્ન કરવાનો અધિકાર માનવ સ્વતંત્રતાનો મામલો છે. કોર્ટે કહ્યું કે પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર બંધારણીય અધિકાર છે. આનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 21માં કરવામાં આવ્યો છે.
જસ્ટિસ સૌરભ બેનર્જીએ કહ્યું કે, જીવનસાથીની પસંદગી આસ્થા અને ધર્મની બાબતોથી કોઈપણ રીતે પ્રભાવિત થઈ શકે નહીં. જ્યારે ભારતનું બંધારણ આ અધિકાર આપે છે, ત્યારે આસ્થા અને ધર્મની બાબતો તેને કેવી રીતે અસર કરી શકે? દરેક વ્યક્તિને પોતાની સ્વતંત્ર ઇચ્છાથી જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે અને તેને આમ કરવાથી રોકી શકાય નહીં. એટલું જ નહીં હાઈકોર્ટે આ મામલે વાલીઓ પર પણ ટિપ્પણી કરી હતી.
માતાપિતા તેમની પસંદગીઓ લાદી શકતા નથી
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જ્યારે બંને પુખ્ત વયના લોકોની સંમતિ હોય, ત્યારે રાજ્ય, સમાજ અથવા સંબંધિત પક્ષોના માતાપિતા પણ જીવનસાથી પસંદ કરવાના તેમના નિર્ણય પર તેમની પસંદગીઓ લાદી શકતા નથી. આ તેમની અંગત બાબત છે. તે પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે. તમને જણાવી દઈએ કે હાઈકોર્ટનો આ આદેશ એક આંતરધર્મ દંપતીની અરજી પર આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા.
ભારતે કર્યો વળતો જવાબ, કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યો, 5 દિવસમાં દેશ છોડવાનો કડક આદેશ આપી દીધો
આખરે 27 વર્ષથી ક્યાં અટવાઈને પડ્યું હતું મહિલા આરક્ષણ બિલ, હવે અંદાજો નહીં હોય એટલી બદલાઈ જશે દેશની તકદીર
કરોડો રૂપિયાની નોટો અને સિક્કાથી સજ્યો ગણેશ ભગવાનનો દરબાર, વાયરલ તસવીરે આખા દેશમાં ચર્ચા જગાવી
બાળકોની સ્વતંત્રતા જોખમમાં મૂકી શકાતી નથી
તમને જણાવી દઈએ કે આ દંપતીએ તેમના પરિવારજનો તરફથી મળતી ધમકીઓને લઈને કોર્ટમાં અરજી કરી હતી. તેમણે અધિકારીઓ પાસે સુરક્ષાની માંગ કરી હતી. કોર્ટે અરજી સ્વીકારી હતી અને તેને સંબંધિત પોલીસ અધિકારીઓના નંબર આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે માતા-પિતા બાળકોની સ્વતંત્રતા જોખમમાં ન નાખી શકે.