Politics News: ભારતીય જનતા પાર્ટી (BJP)એ કર્ણાટક સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વાસ્તવમાં કર્ણાટક સરકારે ‘કર્ણાટક હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ બિલ 2024’ પસાર કરી દીધું છે. આ બિલ સરકારને એવા મંદિરો પાસેથી 10 ટકા ટેક્સ વસૂલવાની સત્તા આપે છે જેમની આવક રૂ. 1 કરોડથી વધુ છે અને જે મંદિરોની આવક રૂ. 10 લાખથી રૂ. 1 કરોડની વચ્ચે છે તેમની પાસેથી 5 ટકા ટેક્સ વસૂલવામાં આવશે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર કર્ણાટક બીજેપી અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કહ્યું કે કોંગ્રેસ સરકાર હિંદુ વિરોધી નીતિઓ અપનાવીને પોતાની ખાલી તિજોરી ભરવા માંગે છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, એકત્ર કરાયેલા પૈસાનો ઉપયોગ ‘અન્ય જગ્યાએ’ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે ‘મંદિરના વિકાસ માટે ભક્તો દ્વારા સમર્પિત પ્રસાદ મંદિરના જીર્ણોદ્ધાર અને ભક્તોની સુવિધા માટે ફાળવવામાં આવે. જો તે અન્ય કોઈ હેતુ માટે ફાળવવામાં આવે છે, તો તે લોકોની દૈવી માન્યતાઓ પર હિંસા અને છેતરપિંડી છે.’
શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ
યેદિયુરપ્પાએ એ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શા માટે માત્ર હિંદુ મંદિરોને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે અન્ય ધર્મોને નહીં. આ ટિપ્પણીનો જવાબ આપતા કર્ણાટકના મંત્રી રામલિંગા રેડ્ડીએ ભાજપ પર ધર્મને રાજકારણમાં લાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ હિન્દુત્વની સાચી સમર્થક છે.