અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસની ગાઈડલાઈન પાડવામાં આવી છે. ગરબા આયોજકોએ ખેલૈયા માટે વીમા પોલિસી લેવી પડશે એવી ખાસ સુચના આપવામાં આવી છે તો સાથે સાથે જ ફાયરસેફ્ટી, CCTV, પાર્કિંગ પણ ફરજિયાત આપવુ પડશે. રસ્તા પર કોઈએ પાર્કિંગ બનાવવું નહીં. શહેરમાં આ વર્ષે 50 પાર્ટી પ્લોટ-ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે નવરાત્રિમાં ગરબા દરમિયાન હાર્ટ અટેકના કેસ વધાવાની શક્યતાને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે ખાસ હાર્ટ અટેક માટે વોર્ડ ઉભો કરાયો છે. નવરાત્રીના નવ દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટમાં હાર્ટ એટેક ના કિસ્સાઓ વધી રહ્યા છે જેમને લઇ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટે આ ખાસ નિર્ણય લીધો છે.
1000થી વધારે લોકોના લાશોનો ઢગલો…. આજથી બરાબર 55 વર્ષ પહેલા પણ સિક્કિમમાં કુદરતે કહેર મચાવ્યો હતો
અમિતાભ બચ્ચન પૈસા કમાવાની જગ્યાએ લૂંટાઈ ગયા, ફરિયાદ નોંધાતા હવે 10 લાખનો દંડ ભરવો પડશે!
ઘોર કળિયુગનો બાપ! માતાએ તેના સગા દીકરાને કાપી નાખ્યો અને પછી ઉકાળીને ખાઈ ગઈ, કારણ જાણીને ગાળો ભાંડશો
નવરાત્રિમાં ગરબા દરમિયાન આ વોર્ડમાં રાત્રે ડોક્ટર્સની ટીમ હાજર રહેશે. દવા ,ઇજેકશન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વોર્ડમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાર્ટ અટેકના વધતા જતાં કેસને લઇને રાજકોટમાં નવરાત્રી દરમિયાન ખાસ આ સેવા આપવામાં આવશે.