માવઠું બ્રેક લેતા પહેલા આજે આખા ગુજરાતને ઘમરોળશે, જાણો હવામન વિભાગની તોફાની આગાહી, પછી આકરો તાપ શરૂ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ગઈ કાલે સૌરાષ્ટ્ર બાજુ ખુબ વરસાદ પડ્યો હતો અને ચોમાસું પણ ટૂંકુ પડે એવી હાલત થઈ ગઈ હતી. ત્યારે હવે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે તથા આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યા બાદ તેનો અંત આવી શકે છે.

વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદ હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ બુધવારે રાજ્યના હવામાન અંગે જણાવ્યું છે કે રાજ્યમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે કેટલાક ભાગોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી શકે છે. પરેશ ગોસ્વામીએ રાજ્યમાં આજે તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારો અંગે સંભાવના વ્યક્ત કરી છે. આજે રાજ્યના અમદાવાદ સહિત ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ અને કચ્છ તથા દીવમાં વરસાદી માહોલ રહી શકે છે.

આજનો વરસાદ એ અત્યાર સુધીના વરસાદ કરતાં અલગ હશે, વીજળીના કડાકા સાથે અથવા થંડરસાવર થવાની શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. 24 કલાક બાદ લગભગ કમોસમી વરસાદથી રાજ્યને મુક્તિ મળી જશે. હાલ રાજ્યમાં જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે તેના લીધી મહત્તમ તાપમાન ઘટીને 35 કે તેનાથી નીચે નોંધાઈ રહ્યું છે. આવામાં હાલ ઉનાળાના પ્રારંભમાં ચોમાસા જેવું વાતાવરણ છવાયેલું છે. જોકે, આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ આજે માવઠું વિરામ લેતા પહેલા તેનો મિજાજ બતાવશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

ગુજરાતમાં ગઈકાલે પણ બપોરે ફરી કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજકોટ, અમરેલી, કચ્છ-ભુજ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. બીજી તરફ રાજકોટ શહેરમાં એક કલાકમાં 1.25 ઈંચ વરસાદ પડતા લોકોની હાલત દયનીય બની હતી. સત્તાવાર આંકડાઓ અનુસાર, મધ્ય પ્રદેશમાં એક કલાકમાં 21 મીમી, પૂર્વ વિસ્તારમાં 31 મીમી અને પશ્ચિમ વિસ્તારમાં 32 મીમી વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગે રાજ્યમાં હજુ બે દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહિસાગર અને નર્મદા જિલ્લામાં વરસાદની શક્યતા છે.

‘ભૂકંપ આવવાનો છે…’, આ વૈજ્ઞાનિકની ભવિષ્યવાણી સાચી પડી, 24 કલાક પહેલા જ વ્યક્ત કરી હતી આશંકા

વાહ માતાજીની કૃપા થઈ! નવરાત્રિના પહેલા દિવસે સોના ચાંદીનાં ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો એક તોલાનો ભાવ

રાજકોટમાં 1 કલાકમાં 1.25 ઈંચ વરસાદ, આગામી બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે રાજ્યમાં હજુ બે દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહિસાગર અને નર્મદા જિલ્લામાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં હળવા કે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.


Share this Article