Cricket News: ટીમ ઈન્ડિયાએ ભલે ટી-20 વર્લ્ડ કપ 2024ની પોતાની પ્રથમ મેચમાં આયર્લેન્ડ સામે જીત સાથે શરૂઆત કરી હોય, પરંતુ તેની સાથે જ બુધવારે ફેન્સ માટે એક ખરાબ સમાચાર પણ આવ્યા, જેણે મેચમાં અડધી સદી ફટકારી હતી એને ખભામાં ઈજા થઈ હતી. જે બાદ તે પોતાનો દાવ પણ પુરો ન કરી શક્યો અને બેટિંગની વચ્ચે જ મેદાન છોડીને ડગઆઉટમાં પાછો ફર્યો. ટીવી સ્ક્રીન પર હિટમેન ટીમ ઈન્ડિયાના ફિઝિયો સાથે પરત ફરતો જોવા મળ્યો હતો. પાકિસ્તાન વિરૂદ્ધ T-20 વર્લ્ડ કપ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે આને મોટા ઝટકા તરીકે જોવામાં આવી રહ્યું છે.
હિટમેને પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન રોહિત શર્માની ઈજાની ગંભીરતા વિશે માહિતી આપી હતી. જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે આ તો માત્ર એક નાનું દર્દ છે. પ્રેઝન્ટેશન દરમિયાન તે એકદમ કૂલ દેખાઈ રહ્યો હતો, જેને જોઈને સમજી શકાય છે કે તેની ઈજા બહુ ગંભીર નથી. ટીવી રિપ્લેમાં જોવામાં આવ્યું હતું કે હિટમેન પુલ શોટ બનાવવાના પ્રયાસમાં ચૂકી ગયો હતો, ત્યારબાદ બોલ તેના ખભા પર વાગ્યો હતો. આગામી ભારત-પાકિસ્તાન મેચને જોતા રોહિત શર્માની હાજરી ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
97 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે રોહિત શર્મા વિરાટ કોહલી સાથે મેદાનમાં ઉતર્યો હતો. વિરાટ માત્ર એક રનના સ્કોર પર કેચ આઉટ થયો હતો. આ પછી રોહિત શર્માએ ઋષભ પંત સાથે મળીને રન બનાવવાની જવાબદારી લીધી. બંનેએ મળીને 54 રન જોડ્યા.
પરેશ રાવલ વાપરવાના પૈસા ગર્લફ્રેન્ડ પાસેથી લેતા, 3 દિવસમાં જ છોડી દીધી બેંકની નોકરી, આ પાપ પણ કર્યું
ખરેખર જરૂર હતી કે મજબૂરીનો લાભ લીધો? આમિરે એક કિસિંગ સીન માટે 47 રિટેક લીધા, અભિનેત્રી માતા પણ…
હાથ ધરી હથિયાર, તડકો માથે તપ-તપે, તો’ય ઉભા અડીખમ…. વાસણા પોલીસ તમારી ફરજને સો-સો સલામ
રોહિતે બે બેક ટુ બેક પુલ શોર્ટ સિક્સર ફટકારી, બાદમાં તે બીજો પુલ શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો. આઉટ થતા પહેલા તેણે પોતાના બેટથી અડધી સદી ફટકારી હતી. તેણે 37 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 140થી વધુ હતો.