ઓસ્કાર 2023 ભારતીયો માટે નવા સારા સમાચાર લઈને આવ્યું છે. ભારતની શોર્ટ ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
સોમવારે સવારથી જ સૌની નજર 95માં ઓસ્કાર એવોર્ડ સમારોહ પર છે. એક પછી એક વિજેતાઓના નામ બહાર આવી રહ્યા છે.
તે સમયે જ્યારે શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ માટે ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’નું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે દરેક ભારતીયો આનંદથી ઉછળી પડ્યા હતા.
ભારતની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ The Elephant Whispers એ ઓસ્કાર 2023 જીતીને ઈતિહાસ રચ્યો છે. નિર્માતા ગુનીત મોંગાની ફિલ્મને ઘણો પ્રેમ આપવામાં આવી રહ્યો છે. આ સિવાય ભારતીય ફિલ્મ RRR એ ઈતિહાસ રચ્યો છે. આ વર્ષે ડિરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. RRR આ શ્રેણીમાં નામાંકન મેળવનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે.
મુકેશ અંબાણીને એક જ અઠવાડિયામાં 40 હજાર કરોડથી વધારેનું નુકસાન, બીજી કંપનીઓની પણ બદ્દથી બદ્દતર હાલત
ભારતની કોથળીમાં પહેલો ઓસ્કાર એવોર્ડ આવ્યો છે. આ ડોક્યુમેન્ટરીનું નિર્દેશન કાર્તિકી ગોન્સાલ્વિસ દ્વારા કરવામાં આવ્યું છે.