Gujarat Weather: હવામાન વિભાગે ગુજરાત માટે નવી આગાહી કરી છે. આ આગાહી શનિવાર અને રવિવાર એટલે કે 25 અને 26મી તારીખની છે. એમાં આજની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગે વાત કરી કે આજ રોજ વીજળી સાથે સામાન્ય વાવાઝોડું અને સપાટીના પવન સાથે 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે સાથે પવન ફૂંકાશે.
સાથે બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં જેમ કે રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર-સોમનાથ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.
એ જ રીતે આજે બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર-સોમનાથ, કચ્છ અને દીવના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
આ ઉપરાંતના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની સંભાવના છે. તો વળી કાલે રવિવાર અને 26મી તારીખની આગાહીની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર, તાપી અને ડાંગ તથા દાહોદ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
દમણ, દાદરા નગર હવેલી; સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની સંભાવના છે.