વિરમગામ નગરપાલીકા દ્વારા આજે સવારે 9:00 વાગ્યાથી બિન અધિકૃત રીતે જાહેર રસ્તાને અડચણ રૂપ એવા 200 કરતા વધારે દબાણ પર નગરપાલિકાના પાંચ બુલ ડોઝર ફરી વળ્યા હતા. નગરપાલિકાના રૈયાપૂર ત્રણ રસ્તા, સેવાસદન રોડ, તેમજ ગોલવાડી દરવાજા રોડ પર સવારથી જ વર્ષો જૂના દબાણ તોડી પાડવામાં આવ્યા હતા.
આ કામગીરીમાં નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વિવિધ શાખાના 20 જેટલા અધિકારીઓ સાથે સફાઈ કામદારોની ટીમ આવા પ્રકારના દબાણ તોડવાની કામગીરીમાં લાગ્યા હતા. ચીફ ઓફિસર જયેશ પટેલના જણાવ્યા અનુસાર હજુ 2 દિવસ આ દબાણ હટાવોની કામગીરી ચાલશે અને વિરમગામને એક આદર્શ ગામ બનાવાનું છે.
ઉલ્લેખનિય છે કે વિરમગામ વિધાનસભાના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલે પણ ફેસબુક પર લાઈવ થઈ વિરમગામ વાસીઓને નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવોની કામગીરીમા સાથ સહકાર આપવા અપીલ કરી હતી.
ગરમીથી મોટી રાહત: હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
જોકે દબાણ હટાઓની કામગીરીમાં પ્રથમ દિવસે સેડ તેમજ પાકા બાંધકામ વાળા દબાણ આશરે 20 જેટલા તોડવામાં આવ્યા હતા.