આજથી આગામી પાંચ દિવસ માટે આખા દેશમાં આંધી-તોફાનનું એલર્ટ, અનેક રાજ્યોમાં વરસાદ, જાણો ક્યાં-કેવો માહોલ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

Weather Forecast Today: દેશના ઘણા રાજ્યોમાં હવામાન પહેલા કરતા થોડું ખુશનુમા બની ગયું છે. 20 માર્ચ સુધી મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં વરસાદ પડવાનો અંદાજ છે અને આકાશ વાદળછાયું રહેશે. અહીં 16 માર્ચે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી રહી શકે છે.

16 થી 20 માર્ચ દરમિયાન પૂર્વી ભારત, ઉત્તરપશ્ચિમ ભારત સહિત પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વ્યાપક વરસાદી ઝાપટા સહિત હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ, વાવાઝોડા અને કરા પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં આગામી 10 દિવસમાં મધ્ય, ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં વધુ વરસાદ અને કરા પડી શકે છે. તેનાથી ઉત્પાદન ઘટી શકે છે અને ફુગાવો વધી શકે છે.

આ રાજ્યોમાં આજે વરસાદની શક્યતા

હવામાન વિભાગે 16 થી 19 માર્ચ 2023 દરમિયાન વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પંજાબ, હરિયાણા, દિલ્હી એનસીઆર અને હિમાલયન ક્ષેત્ર સહિતના ઘણા વિસ્તારો માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

અબજોપતિ હોવા છતાં જમીન પર બેસીને મુકેશ અંબાણી ખાય છે સાવ સાદું ભોજન, નીતા અંબાણીએ પોતે જ કર્યો ખુલાસો

VIDEO: ઋષભ પંતની પીઠ પરના ડાઘ ભૂંસાઈ રહ્યા છે, લાકડીની મદદથી સ્વિમિંગ પૂલની મજા માણી, ક્યારે પાછો ફરશે?

ઘણી ખમ્માં: આખું ગામ સાથે મળીને ગરીબ પરિવારના લગ્નનો ખર્ચો ઉપાડે, જાણો શું છે આદિવાસી સમાજની નોતરા પ્રથા?

પહાડી રાજ્યોમાં વરસાદ સાથે જોરદાર પવન

આ સિવાય તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં 16 થી 19 માર્ચ વચ્ચે વરસાદ થવાની સંભાવના છે. પહાડી રાજ્યોની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. આ સિવાય પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 17 થી 19 માર્ચ દરમિયાન વરસાદ, આંધી અને વીજળી પડવાની ઘટનાઓ બની શકે છે.


Share this Article