Gujarat News: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માર્ચ મહિનાને લઈ આગાહી કરવામાં આવી છે. અંબાલાલે કહ્યું કે- માર્ચ મહિનામાં પવનની ગતિ વધુ રહેશે. માર્ચની શરુઆત પહેલા રાજ્યના હવામાનમાં મોટો બદલાવ આવવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.
અંબાલાલે વાત કરી કે માર્ચ પહેલા 22 તારીખથી શરીરને નુકસાન કરે તેવી ઠંડી શરુ થશે. 22થી 25 તારીખ દરમિયાન ઠંડી પડી શકે છે. હોળી પહેલા હવામાનમાં હવામાનમાં આવનારા પલટા અંગે પણ નવી આગાહી કરવામાં આવી છે.
અંબાલાલે વાત કરી કે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં પલટો આવશે, આ સિવાય હોળી પહેલા પણ માવઠાની શક્યતા જોવામાં આવી રહી છે. માર્ચ મહિનાની 15 તારીખ પછી પણ પલટો આવશે. માર્ચ મહિનામાં માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરીને અંબાલાલ પટેલે ખેડૂતોને ચેતવ્યા છે.
108 કબરો તોડી પાડવામાં આવી અને દાદાનું બુલડોઝર હજુ પણ ફરે જ છે… હર્ષ સંઘવીનો ધારદાર વાર
અંબાલાલે કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલના ભાગો, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું પડશે. પવનની ગતિ અને માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરીને અંબાલાલ પટેલે બાગાયતી પાક પર તેની અસર થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.