India News: કર્ણાટકમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં ઝીકા વાયરસ માણસોમાં નહીં પરંતુ મચ્છરોમાં જોવા મળ્યો છે. જેના પછી આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. હકીકતમાં થોડા મહિના પહેલા રાજ્ય સ્તરે એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જે અંતર્ગત જળાશયોના નમૂના લેવામાં આવ્યા હતા. આ જળાશયોમાં જોવા મળતા મચ્છરોમાં ઝીકા વાયરસની પુષ્ટિ થતાં ખળભળાટ મચી ગયો છે. જો કે રાજ્ય સરકારે લોકોને અપીલ કરી છે કે ગભરાવાની જરૂર નથી. કારણ કે આ વાયરસ હજુ સુધી કોઈ માણસમાં જોવા મળ્યો નથી.
ચિક્કાબલ્લાપુરાના તાલકાયલાબેટ્ટા ગામમાં ઝીકા વાયરસથી સંક્રમિત મચ્છરના નમૂના મળ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આ સેમ્પલ ઓગસ્ટમાં બેંગલુરુથી લગભગ 60 કિમી દૂર તલકાયલાબેટ્ટા વિસ્તારમાંથી લેવામાં આવ્યા હતા. આ બાબતથી વાકેફ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારમાં કેસોનું વ્યાપક વિશ્લેષણ ચાલી રહ્યું છે.
એક અહેવાલ મુજબ આરોગ્ય અધિકારીઓએ ઉચ્ચ તાવવાળા લોકોના લોહીના નમૂના NIV ને પરીક્ષણ માટે મોકલ્યા છે. ઓગસ્ટના અંતમાં ચિક્કાબલ્લાપુરામાં છ અલગ-અલગ જળાશયોમાંથી નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ઝિકા વાયરસની પુષ્ટિ થઈ હતી. ઝીકા વાયરસ શરૂઆતમાં એડીસ ઇજિપ્તી મચ્છરમાં જોવા મળ્યો હતો. જોકે આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી હતી કે તલકાયલાબેટ્ટાના મચ્છરના નમૂનાઓમાં ઝિકા વાયરસ મળી આવ્યો હોવા છતાં, મનુષ્યોમાં હજી સુધી કોઈ કેસ નોંધાયો નથી.
જો કે, સાવચેતીના પગલા તરીકે અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં મચ્છરોના પ્રજનનને રોકવા માટે ચેતવણી જારી કરી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે લોકોને ખાતરી આપી હતી કે કોઈ પણ વ્યક્તિમાં ઝિકા વાયરસની પુષ્ટિ થઈ નથી. તેમણે કહ્યું, ‘મચ્છરમાં વાયરસ જોવા મળ્યો છે. આ રિપોર્ટ 10 દિવસ પહેલા આવ્યો હતો. ઝિકા વાયરસથી ડરશો નહીં. અમે પરિસ્થિતિ પર નજર રાખીશું. કેટલાક લોકોમાં તાવ અને ફોલ્લીઓના કેટલાક લક્ષણો દેખાઈ રહ્યા હતા. તેને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવી છે. તેમના સેમ્પલ લઈને વધુ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. તેમાંથી કેટલાકને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે. તેઓ ઠીક છે.’
આ સિવાય તેમણે કહ્યું, ‘અમે નિવારક પગલાં લઈ રહ્યા છીએ. અમારા લોકો કામ પર છે. માત્ર સગર્ભા સ્ત્રીઓ પર જ સાવચેત રહેવાની જરૂર છે, જ્યાં તે બાળકને અસર કરી શકે છે. હજુ સુધી આવી કોઈ વાત સામે આવી નથી. હું લોકોને વિનંતી કરું છું કે ગભરાશો નહીં. અમારો વિભાગ તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આશા છે કે ક્યાંય કોઈ રોગચાળો ફાટી નીકળશે નહીં. ચિક્કબલ્લાપુરા જિલ્લામાં મચ્છરોમાં ઝિકા વાયરસ મળી આવ્યા બાદ રાજ્ય આરોગ્ય વિભાગ એલર્ટ પર છે.
દિવાળીની સફાઈમાં 2000ની નોટ મળે તો જરાય ચિંતા ન કરતા, લાઈનમાં પણ નહીં ઉભવું પડે, આ રીતે બદલી જશે
ગુજરાત પરથી મોટો ખતરો ટળ્યો, ઠંડી પણ નહીં વધે અને માવઠું પણ નહીં પડે… જાણો હવામાન વિભાગની નવી આગાહી
આરોગ્ય અધિકારીઓએ પરિસ્થિતિનો સક્રિયપણે સામનો કરવા માટે સ્પષ્ટ વ્યૂહરચના વિકસાવવા માટે વિશેષ બેઠકો યોજી છે. વધુમાં તાકયાલાબેટ્ટા ગામની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોમાંથી સગર્ભા સ્ત્રીઓ અને તાવના લક્ષણો ધરાવતા વ્યક્તિઓના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને બેંગલુરુમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.