કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનો ઘમંડ ટૂંક સમયમાં જ તૂટવાનો છે. ભારત સાથે ખરાબ વલણ અપનાવનારા જસ્ટિન ટ્રુડોને ભૂતકાળમાં લઘુમતી સરકારના કારણે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. કેનેડા નવા વડાપ્રધાનની શોધમાં છે. આ રેસમાં ભારતીય મૂળના બે હિંદુ સાંસદોના નામ સૌથી આગળ છે. આવી સ્થિતિમાં કેનેડાના પ્રથમ હિન્દુ વડાપ્રધાન મળવાની શક્યતા તેજ બની છે. આ સમાચારે જસ્ટિન ટ્રુડોના ચહેરાનો રંગ ઉડાવી દીધો છે. કારણ કે જો આમ થશે તો ટ્રુડોને મોટો ફટકો પડશે.
ચાલો હવે તમને જણાવીએ કે કોણ છે એ બે હિંદુ નેતાઓ, જેમના નામ કેનેડાના વડાપ્રધાનની રેસમાં સૌથી આગળ છે. જેમાં અનિતા આનંદ અને સાંસદ ચંદ્ર આર્યના નામ પહેલી હરોળમાં છે. અનિતા આનંદ જસ્ટિન ટ્રુડો સરકારમાં પરિવહન પ્રધાન રહી ચૂકી છે. વર્ષ 2019માં તેઓ કેનેડાના ઓકવિલેથી પહેલીવાર સાંસદ ચૂંટાયા હતા. તેમના પિતા ડો.એસ.વી.આનંદ અને માતાનું નામ ડો.સરોજ ડી રામ છે, જેઓ ભારતથી કેનેડા સ્થાયી થયા હતા.
અનિતા આનંદનો જન્મ 20 મે 1967ના રોજ કેનેડાના નોવા સ્કોટિયા સ્થિત કેન્ટવિલેમાં થયો હતો. તેમણે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાંથી કાયદામાં સ્નાતકની પદવી મેળવી હતી. અનિતા આનંદે ૧૯૯૫ માં કેનેડિયન વકીલ અને ઉદ્યોગપતિ જ્હોન નોલ્ટન સાથે લગ્ન કર્યા હતા.
160000 વર્ષ પછી થઈ રહ્યો છે અદ્ભુત સંયોગ, વહેલી સવારે પૃથ્વી પર દેખાશે બે સૂર્ય! તારીખ નોંધો
ચંદ્ર આર્ય
કેનેડાના વડાપ્રધાન પદની રેસમાં ચંદ્ર આર્યનું નામ પણ આગળ છે. તેઓ ભારતીય મૂળના કેનેડિયન સાંસદ છે. ચંદ્ર આર્યનો જન્મ કર્ણાટકમાં થયો હતો. તેમણે કેનેડાને એક સાર્વભૌમ રાષ્ટ્ર બનાવવાનું, પેલેસ્ટાઇનને માન્યતા આપવાનું, નિવૃત્તિની વય વધારવાનું અને નાગરિકતાના આધારે કરપ્રણાલી દાખલ કરવાનું વચન આપ્યું છે.