World News: કોરોના બાદ ચીનમાં ફરી એક નવી બીમારીના સમાચાર આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ઉત્તરી ચીનમાં ન્યુમોનિયાના પ્રકોપ વિશે બેઇજિંગ પાસેથી વધુ માહિતી માંગી છે. બાળકો આ રોગથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. આ સમાચાર અલ જઝીરા તરફથી આવી રહ્યા છે. યુએન હેલ્થ એજન્સીએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ડબ્લ્યુએચઓએ બાળકોમાં શ્વસન સંબંધી બિમારીઓ અને ન્યુમોનિયાના ક્લસ્ટરોમાં વધારાના અહેવાલો પર વિગતવાર માહિતી માટે સત્તાવાર વિનંતી કરી છે.”
રિપોર્ટ અનુસાર જો ચીનમાં છેલ્લા ત્રણ વર્ષથી ડિસેમ્બર મહિનામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારીઓમાં જોરદાર વધારો થયો છે, એ પણ એવા સમયે જ્યારે ઝીરો-કોવિડ પોલિસી અહીં કડક રીતે લાગુ કરવામાં આવી હતી. ચીને ગયા વર્ષે ડિસેમ્બરમાં ઝીરો-કોવિડ પોલિસીનો અંત લાવ્યો હતો.
શ્વાસ સંબંધી રોગોમાં વધારો
WHOએ કહ્યું, ‘ચીનના નેશનલ હેલ્થ કમિશને આ મહિનાની શરૂઆતમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે શ્વાસ સંબંધી રોગોની ઘટનાઓ વધી છે. તેનું મુખ્ય કારણ કોવિડ-19ને રોકવા માટેના પગલાંમાં ઢીલાસ છે.
કોવિડ સાથે આટલા રોલો ફેલાયાં
અલ જઝીરાના અહેવાલ મુજબ કોવિડ નિવારણમાં રોકટોકની ઢીલાસના કારણે માત્ર કોવિડ-સંબંધિત બિમારીઓ જ નહીં પરંતુ ઈન્ફલ્યુએન્ઝા, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા (સામાન્ય બેક્ટેરિયલ ચેપ કે જે સામાન્ય રીતે નાના બાળકોને અસર કરે છે) અને શ્વસન સંબંધી રોગો જેવા કે વાયરસ (RSV) માં પણ વધારો થયો છે.