પ્રથમ નોરતે મારુતિ આમ્રકુંજ-3 સોસાયટીમાં ‘મેચિંગ થીમ’નો રંગ, મહિલાઓ એકસમાન વેશભૂષામાં ગરબે ઘૂમી
ગાંધીનગર: નવરાત્રીના પાવન પર્વના પ્રથમ નોરતે ગાંધીનગરની મારુતિ આમ્રકુંજ-3 સોસાયટીમાં ભક્તિ, ઉત્સાહ અને એકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સોસાયટીની મહિલાઓ ‘મેચિંગ થીમ’ અંતર્ગત એકસરખાં કપડાં પહેરીને ગરબાના તાલે ઝૂમી હતી.
માતાજીની આરાધના સાથે શરૂ થયેલા ગરબાના અવસરે મહિલાઓની એકસમાન વેશભૂષા અને ઉત્સાહે નવરાત્રીના માહોલને વધુ રંગીન બનાવી દીધો હતો. એકસરખાં વસ્ત્રો, તાલબદ્ધ ગરબા અને હર્ષોલ્લાસથી ભરપૂર વાતાવરણે સરગાસણ ગાંધીનગર ખાતેની મારૂતિ આમ્રકુંજ-૩ સોસાયટીમાં ઉત્સવનો અનોખો માહોલ સર્જ્યો હતો.
આ અનોખી પહેલ માત્ર વેશભૂષા પૂરતી સીમિત ન રહેતાં સોસાયટીની મહિલાઓ વચ્ચેની એકતા, પરસ્પર સ્નેહ અને સામૂહિક ઉત્સવની ભાવનાનું પણ સુંદર પ્રતિક બની હતી. પ્રથમ નોરતે જ ‘મેચિંગ થીમ’ સાથે રમાયેલા ગરબાએ નવરાત્રીની ઉજવણીને યાદગાર બનાવી હતી.













