આખરે મુકેશ અંબાણીની સંપત્તિનો વારસ મળી ગયો, અંબાણીએ પોતે જાહેરાત કરી, જાણો કોને મળશે આખું સામ્રાજ્ય

Lok Patrika Desk
Lok Patrika Desk
2 Min Read
Share this Article

આજના સમયમાં મુકેશ અંબાણી પાસે ઘણા પૈસા છે અને તેઓનુ નામ દુનિયાના અમીરોની ગણતરીમાં આવે છે. મુકેશ અંબાણીની જીવનશૈલીને કારણે આખો અંબાણી પરિવાર ખૂબ ચર્ચામાં રહે છે.

હવે અંબાણી પરિવારને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે કે તેમના પછી તેમની તેમની કરોડોની સંપત્તિ કોને મળશે.

મુકેશ અંબાણીની કરોડોની સંપત્તિ કોને મળશે?

મુકેશ અંબાણીએ પોતાની સંપત્તિને વારસદાર જાહેર કરી છે અને કહ્યું છે કે તેમની વિરાસતને આગળ જતા ત્રણ ભાગમાં વહેંચવામાં આવશે અને ત્રણ લોકો તેમના સામ્રાજ્યને આગળ લઈ જશે.

આ જ કારણ છે કે હાલમાં દરેક જગ્યાએ મુકેશ અંબાણીની ચર્ચા થઈ રહી છે. મુકેશ અંબાણીએ પોતાની પ્રોપર્ટીને ત્રણ ભાગમાં વહેંચી દીધી છે અને પોતાના સામ્રાજ્યને ચલાવવાની જવાબદારી ત્રણ લોકોને આપી છે. આ ત્રણ લોકો બીજુ કોઈ નહી તેમના બાળકો જ છે જેમના નામ છે આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઈશા અંબાણી છે.

મુકેશ અંબાણી કર્યો વારસદાર વિશે ખુલાસો 

આ જ તેમના સામ્રાજ્યની સંભાળ રાખશે. આ અંગે મુકેશ અંબાણીએ એક કાર્યક્રમ દરમિયાન પોતાના ભાષણમાં વાત કરી હતી. હાલમા જ અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ પછી ભવ્ય પાર્ટી યોજી હતી.

આ બાદ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતાએ મુંબઈના જિયો ગાર્ડનમાં ભવ્ય જન્મદિવસની પાર્ટી આપી હતી. આ પાર્ટીમા બંનેએ તેમના પુત્ર પૃથ્વી અંબાણીના બીજા જન્મદિવસ પર પાર્ટી રાખી હતી, જે 10 ડિસેમ્બરે હતી. આ પાર્ટીમાં બોલિવૂડથી લઈને ક્રિકેટ અને બિઝનેસ સુધીની ઘણી જાણીતી હસ્તીઓ પહોંચી હતી.

આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીએ મુંબઈના જિયો વર્લ્ડ ગાર્ડનમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી પૃથ્વી અંબાણીના બીજા જન્મદિવસ (10 ડિસેમ્બર) પછી રાખવામાં આવી હતી. આ અવસર પર આકાશ તેના પુત્રને પકડેલો જોવા મળ્યો હતો જ્યારે શ્લોકા વન-પીસમાં જોવા મળી હતી.

બંનેએ પાપારાઝીની સામે જોરદાર પોઝ આપ્યા હતા. તસવીરોમાં આકાશ અને શ્લોકા મહેતા ખૂબ જ ખુશ દેખાતા હતા.

પૃથ્વી અંબાણીના જન્મદિવસની ઉજવણીની થીમ વન્ડરલેન્ડ હતી. આ ગાર્ડનના એન્ટ્રી ગેટ પર વન્ડરલેન્ડ લખેલું હતું અને ગેટને વાદળી ફુગ્ગાઓથી સજાવવામાં આવ્યો હતો.

 

 

 


Share this Article
Leave a comment