IPL News: રાજસ્થાન રોયલ્સના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આઈપીએલ મેચ દરમિયાન ઝાકળને કારણે અમ્પાયરોએ જાતે જ બોલ બદલવાનો નિર્ણય લીધો અને આવા નિર્ણયોમાં બંને પક્ષોને જોઈને સંતુલન જાળવવાની અપીલ કરી. બુધવારે રાત્રે ચેન્નાઈના ચેપોક મેદાન પર રમાયેલી મેચ દરમિયાન ઘણી ઝાકળ પડી હતી, જેના કારણે અમ્પાયરે પોતે બીજી ઇનિંગ દરમિયાન બોલ બદલ્યો હતો, જેનાથી અશ્વિન આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ ઓફ સ્પિનરે મેચમાં 25 રન આપીને બે વિકેટ ઝડપી હતી. રાજસ્થાને આ મેચ ત્રણ રને જીતી લીધી હતી.
અશ્વિને અમ્પાયર પર ગંભીર આરોપ લગાવ્યા
રવિચંદ્રન અશ્વિને (R. Ashvin) કહ્યું કે તેણે આ પહેલા ક્યારેય જોયું ન હતું અમ્પાયરોએ જ્યારે ખૂબ ઝાકળ પડ્યું હોય ત્યારે બોલ બદલ્યો હતો. રવિચંદ્રન અશ્વિને મેચ બાદ કહ્યું, ‘આ આશ્ચર્યજનક હતું કે ઝાકળને કારણે અમ્પાયરોએ જાતે જ બોલ બદલી નાખ્યો. આ પહેલાં ક્યારેય બન્યું ન હતું અને મને આશ્ચર્ય થયું. સાચું કહું તો IPL માં આ વખતે મેદાન પર લીધેલા કેટલાક નિર્ણયોથી હું થોડો આશ્ચર્યચકિત છું. મેન ઓફ ધ મેચ જાહેર કરાયેલા અશ્વિને કહ્યું, “મારું કહેવાનો મતલબ એ છે કે હું આશ્ચર્યચકિત છું કારણ કે તેમાં સારા પરિણામો હોઈ શકે છે. અથવા ખરાબ પરિણામો પણ હોઈ શકે છે. તેથી જ હું માનું છું કે તમારે થોડું સંતુલન જાળવવાની જરૂર છે.
IPLમાં નવો વિવાદ ઉભો થયો
અશ્વિને કહ્યું, ‘અમારી ટીમ બોલિંગ કરી રહી હતી અને અમે બોલ બદલવાનું કહ્યું નહોતું, પરંતુ અમ્પાયરોએ જાતે જ બોલ બદલી નાખ્યો. મેં અમ્પાયરને પૂછ્યું અને તેણે કહ્યું કે અમે તે કરી શકીએ છીએ. અશ્વિને કહ્યું, ‘તેથી મને આશા છે કે જ્યારે પણ ઝાકળ પડશે ત્યારે તેઓ તેને બદલી શકશે. તમે જે કરવા માંગો છો તે કરી શકો છો, પરંતુ તમારે એક ધોરણ નક્કી કરવાની જરૂર છે.
21 વર્ષના હતા ત્યારે ભગવાન રામ આવા દેખાતા હતા, શાસ્ત્રોની તસવીરથી એકદમ અલગ તસવીર, જોઈને મન મોહાઈ જશે
મેચ બાદ આ વાત કહી
રાજસ્થાન રોયલ્સના આ સ્પિનરે કહ્યું કે તે તેની રમતનો ભરપૂર આનંદ માણી રહ્યો છે. તેણે કહ્યું, ‘હું જે રીતે બોલિંગ કરું છું તેનો હું સંપૂર્ણ આનંદ લઈ રહ્યો છું અને હું તેના વિશે વધુ વિચારતો નથી. મારા જેવા ખેલાડી જે મેચના અલગ-અલગ તબક્કામાં બોલિંગ કરે છે તેણે અલગ-અલગ લંબાઈ, અલગ-અલગ ગતિ અને અલગ-અલગ દિશામાં બોલિંગ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.