એક્ટ્રેસ અનુષ્કા શર્મા મોટાભાગે પતિ વિરાટ કોહલી સાથે ક્રિકેટ ટૂર પર જતી હોય છે. હાલ વિરાટ કોહલી આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) તરફથી ક્રિકેટ રમે છે. આરસીબીના પ્લેયર ગ્લેન મેક્સવેલે હાલમાં જ ભારતીય મૂળની યુવતી વિનિ રમણ સાથે ઓસ્ટ્રેલિયામાં લગ્ન કર્યા હતા. હવે તેઓ મુંબઈમાં છે ત્યારે આરસીબીની ટીમે તેમના માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં વિરાટ કોહલી પણ પત્ની અનુષ્કા સાથે સામેલ થયો હતો.
કોરોનાના કારણે સૌ બાયો-બબલમાં એક સાથે રહે છે ત્યારે અનુષ્કાએ પતિ સાથેની તસવીરો શેર કરતાં આ અંગેની મજેદાર વાત કરી છે. અનુષ્કા શર્માએ રિસેપ્શનમાંથી પતિ સાથેની બે તસવીરો શેર કરી છે. એક તસવીરમાં વિરાટ અને અનુષ્કા ડેકોરેટ કરેલી રિક્ષાની આગળ ઊભા છે. બીજી તસવીરમાં ઈંસ્ટ્ઠટૈફૈહજ અને આરસીબી લિટલ ચેમ્પ્સ લખેલી નિયોન લાઈટની આગળ વિરાટ-અનુષ્કા પોઝ આપી રહ્યા છે. રિસેપ્શનમાં વિરાટે બ્લૂ રંગનો કુર્તો અને પાયજામો પહેર્યો હતો.
જ્યારે અનુષ્કાએ પિંક રંગના ડ્રેસ સાથે એમ્બ્રોઈડરીવાળો દુપટ્ટો પહેર્યો હતો. અનુષ્કાએ ફોટો શેર કરતાં લખ્યું, “બબલમાં વેડિંગ ફંક્શન. મને લાગે છે કે હવે મેં લગભગ દરેક પ્રસંગ અને તહેવાર બબલમાં ઉજવ્યા છે અને ઉજવાતા જાેયા છે. આ ફોટો પર ચહલની પત્ની ધનશ્રીએ હાર્ટ ઈમોજીથી કોમેન્ટ કરી છે. જ્યારે વિરાટની બહેન ભાવના કોહલીએ પણ કપલના વખાણ કર્યા છે. તેમણે લખ્યું, તમે બંને સુંદર લાગો છો. આ સિવાય ફેન્સ પણ કોમેન્ટ કરીને બંને પર પ્રેમ વરસાવી રહ્યા છે.
ગ્લેન મેક્સવેલના રિસેપ્શનમાંથી વિરાટનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ‘પુષ્પા’ ફિલ્મના ગીત ઓ અંટાવા પર ડાન્સ કરતો જાેવા મળે છે. ઉપરાંત પણ વિરાટનો બીજાે વિડીયો વાયરલ થયો છે. જેમાં તે એક ઈંગ્લિશ ગીત પર ડાન્સ સ્ટેપ શીખીને ઠુમકા લગાવતો જાેવા મળી રહ્યો છે. આરસીબીના ખેલાડી કર્ણ શર્માએ પણ ગ્લેન મેક્સવેલના રિસેપ્શનની કેટલીક તસવીરો શેર કરી છે. વિરાટ-અનુષ્કા ઉપરાંત ટીમના અન્ય પ્લેયર્સ સાથે પોઝ આપતો જાેવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મેક્સવેલ અને વિનિના લગ્ન માર્ચ મહિનામાં ઓસ્ટ્રેલિયામાં યોજાયા હતા. તેમણે પહેલા ક્રિશ્ચન વેડિંગ કર્યા હતા અને બાદમાં હિંદુ રિવાજાે મુજબ લગ્ન કર્યા હતા. વર્કફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા લાંબા સમય બાદ ફિલ્મી પડદે વાપસી કરી રહી છે. અનુષ્કા સ્ક્રીન પર ક્રિકેટરનો રોલ ભજવતી જાેવા મળશે. અનુષ્કા ભારતીય મહિલા ક્રિકેટર ઝુલણ ગોસ્વામીની બાયોપિકમાં લીડ રોલ કરી રહી છે. ફિલ્મનું નામ ‘ચકદા એક્સપ્રેસ’ છે. અનુષ્કા આ ફિલ્મ માટે નેટમાં ખૂબ પરસેવો પાડી રહી છે અને ક્રિકેટની ટેક્નિક શીખી રહી છે.