આ વખતે IPL 2022માં એવા ઘણા નિર્ણયો જોવા મળ્યા છે જેનાથી તમને પણ આશ્ચર્ય થયું હશે. જે ખેલાડીની અપેક્ષા હતી તેના બેટમાં રન નહોતા અને જેની અપેક્ષા નહોતી આજે તે સદી પછી સદી ફટકારી રહ્યો છે. કોહલી, ગાયકવાડ, ઈશાન કિશન અને રોહિત શર્મા આ સિઝનમાં બેટથી ધમાકેદાર દેખાવ કરશે એવી દરેકને અપેક્ષા હતી. પરંતુ અત્યાર સુધી આવું થતું જોવા મળ્યું નથી. જોસ બટલરનું બેટ ધૂમ મચાવી રહ્યું છે.
આજે આપણે એવા બેટ્સમેન વિશે વાત કરીએ છીએ જેઓ પોતાના બેટથી વિશ્વ ક્રિકેટ પર રાજ કરે છે અને એ એટલે કે વિરાટ કોહલીની. બેંગ્લોરની વાત કરીએ તો ટીમની રમત ગણતરી મુજબ રહી નથી જેના માટે આ ટીમ જાણીતી છે. ટીમ હજુ પણ સેમીફાઈનલમાં જઈ શકે છે. પરંતુ ટીમ સતત જીત મેળવવામાં સક્ષમ નથી. વિરાટનું આઉટ ઓફ ફોર્મ તેનું એક કારણ છે.
કોહલીએ કેપ્ટનશિપ છોડીને પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. છેલ્લી મેચની વાત કરીએ તો ટીમની મેચ રાજસ્થાન સાથે હતી. રાજસ્થાને બેંગલુરુ સામે નીચો સ્કોર રાખ્યો હતો. જેને ટીમ પાર કરી શકી નથી. કોહલીનું બેટ પણ આ મેચમાં માત્ર 9 રન જ બનાવી શક્યું હતું. આશા છે કે IPLના અંત સુધીમાં કોહલીનું બેટ પણ રંગમાં આવી જશે.