બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોને જોઈને તેના ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં એક્ટ્રેસે જણાવ્યું કે, લોસ એન્જલસમાં લાગેલી આગના કારણે તેને અને તેની ટીમને હોટલ ખાલી કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. લગભગ બે મિનિટના આ વીડિયોમાં નોરા ફતેહીએ આખી વાત જણાવી અને ત્યાંની સ્થિતિ પણ બતાવી. અભિનેત્રી કામના સંદર્ભમાં લોસ એન્જલસ ગઈ હતી. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં સળગતી જંગલી આગ બતાવવામાં આવી હતી. અભિનેત્રીનો અનુભવ જોયા બાદ તેના ચાહકો એ જાણવા માટે તલપાપડ બની ગયા હતા કે તે ત્યાંથી ક્યારે પાછી ફરશે.
અભિનેત્રીએ જાન બચાવીને બહાર નીકળી
વીડિયોમાં નોરા કહેતી સંભળાય છે, ‘હું એલ.એ.માં છું અને જંગલમાં લાગેલી આગ ખૂબ જ ભયાનક છે. મેં આવું પહેલાં ક્યારેય જોયું નથી. આ પાગલપણું છે, અમને પાંચ મિનિટ પહેલાં જ અહીંથી નીકળી જવાનો આદેશ મળ્યો છે. તેથી મેં ઝડપથી મારો બધો સામાન પેક કર્યો અને હું અહીંથી નીકળી રહી છું. હું એરપોર્ટ પાસે જઈશ અને ત્યાં આરામ કરીશ કારણ કે આજે મારી એક ફ્લાઇટ છે અને મને આશા છે કે હું તે પકડી શકીશ.’ તેમણે આગળ કહ્યું, ‘મને આશા છે કે તે રદ થશે નહીં કારણ કે આ બધું ડરામણું છે. હું તમને બધાને અપડેટ રાખીશ. મને આશા છે કે લોકો સુરક્ષિત રહેશે, મેં આવું પહેલાં ક્યારેય જોયું નથી.’
નોરાએ દેખાડ્યો નજારો
જોકે, નોરાએ એ નથી જણાવ્યું કે તેઓ લોસ એન્જલસમાં કેમ છે. આ જ વીડિયોમાં અભિનેત્રી ગાડીમાં બેઠેલી ત્યાંથી નીકળતી પણ જોવા મળી છે. પહાડો પર દેખાતી આગ દેખાડતાં તે કહે છે કે આ કેટલું ભયાનક છે. તેમની સાથે બેઠેલો ડ્રાઈવર પણ કહે છે કે આ ઘણું ભયાનક છે. આ દરમિયાન અભિનેત્રી કહે છે કે શું આપણે આમાંથી પસાર થવું પડશે, જેના પર ડ્રાઈવર કહે છે કે ના, તેઓ તેનાથી પહેલાં જ અલગ રસ્તે ચાલી જશે. આ દરમિયાન રસ્તાઓ પર ગાડીઓની ભીડ જોવા મળી રહી છે, જે એ જ રીતે ત્યાંથી નીકળવામાં લાગેલા છે.
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે ચોરીની ઘટના બની, હીરાનો હાર-રોકડ ચોરી કરનાર આરોપીની ધરપકડ
સરકાર માર્ગ અકસ્માત પીડિતોને મદદ કરશે, લાખો સુધીની મફત સારવાર મળશે
નાગપુર બાદ મુંબઈમાં પણ HMPVનો કેસ મળ્યો, 6 મહિનાની બાળકીમાં વાયરસના લક્ષણો જોવા મળ્યા
આગમાં ઘણું નુકસાન થયું
લોસ એન્જલસમાં લાગેલી ભીષણ આગને કારણે સેંકડો ઘરો નાશ પામ્યા છે અને તેમાં જેમી લી કર્ટિસ, મેન્ડી મૂરે, પેરિસ હિલ્ટન, એડમ બ્રોડી, યુજીન લેવી, એન્થોની હોપકિન્સ, બિલી ક્રિસ્ટલ, માઇલ્સ ટેલર, કેલી ટેલર અને એના ફારિસ સહિત હોલિવૂડના કેટલાક મોટા નામોના ઘરોનો સમાવેશ થાય છે.