ફિલ્મમાં તૃપ્તિ ડિમરી અને રશ્મિકા મંદન્નાનો રોમાન્સ
આ ફિલ્મમાં બોલિવૂડના મોટા કલાકારોની સાથે સાઉથના સ્ટાર્સ પણ છે. આ ફિલ્મમાં રણબીર અને બોબી દેઓલ સિવાય અનિલ કપૂર, તૃપ્તિ ડિમરી અને રશ્મિકા મંદન્ના પણ જોવા મળશે. ફિલ્મમાં રણબીરની સાથે બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરીના કામની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મના કારણે બોબી દેઓલને એક અલગ ઓળખ મળી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન બોબીએ આ ફિલ્મમાં પોતાના રોલ વિશે ટિપ્પણી કરી છે. એક ઈન્ટરવ્યુમાં બોબી દેઓલે આ રોલ સ્વીકારતી વખતે પોતાની માનસિકતા પર ટિપ્પણી કરી છે.
હું આ ફિલ્મનો વિલન નથી, પરંતુ હીરો છું
બોબીએ કહ્યું, “તમારા જીવનમાં ઘણું બધું ચાલી રહ્યું છે, તમારા પરિવાર સાથેનો તમારો સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે હું આ ફિલ્મ કરી રહ્યો હતો, ત્યારે વાર્તા સંભળાવતી વખતે મને કહેવામાં આવ્યું કે હું આ ફિલ્મનો વિલન નથી, પરંતુ હીરો છું. મેં મારા પાત્રના દાદાને આત્મહત્યા કરતા જોયા છે અને તે જ મારા મગજમાં હતું.”
હીરો અને વિલન કોણ છે એ ખબર નહિ પડે?
બોબીએ પોતાના પરિવાર વિશે આગળ કહ્યું, “અમે દેઓલ્સ ખૂબ જ લાગણીશીલ છીએ, પરંતુ અમે એકબીજા માટે કંઈ પણ કરવા તૈયાર છીએ. હું આજે 54 વર્ષનો છું, મેં મારા જીવનમાં ઘણી સુખી અને દુઃખની ક્ષણો જોઈ છે. દુઃખની પીડા ભયંકર છે. જ્યારે તમે ફિલ્મમાં મારી અને રણબીર વચ્ચેની છેલ્લી લડાઈ જોશો, ત્યારે તમને ખબર નહીં પડે કે હીરો અને વિલન કોણ છે, કારણ કે બંનેની સફર એક જ છે. આ ફિલ્મ આપણી આસપાસ શું થઈ રહ્યું છે તેનું પ્રતિબિંબ પાડે છે. ફિલ્મના ઘણા સીન પર વિવાદ થયો એટલું જ નહીં, ફિલ્મની વિવિધ સ્તરે ટીકા પણ થઈ.
1લી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી
આખા ગામને આશા હતી એવું જ થયું, ભાજપના ભરપેટ વખાણ કરતી કંગના આ પાર્ટીમાંથી લડશે લોકસભા ચૂંટણી!
અધધ.. રૂ. 4 લાખ પ્રતિ કિલો વહેંચાય છે આ વિશ્વનો સૌથી મોંઘો મસાલો, બિહારના ખેડૂતો કરે છે ખેતી
તમને જણાવી દઈએ કે ‘એનિમલ’ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને રિલીઝ થયાને 19 દિવસ થયા છે અને તેણે વિશ્વભરમાં જોરદાર કલેક્શન કર્યું છે. જો કે ત્રીજા સોમવારે ફિલ્મે અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી કરી હતી. અહેવાલો અનુસાર, ‘એનિમલ’નું વિશ્વભરમાં કલેક્શન હવે 840 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. આટલું જ નહીં, આ ફિલ્મે વિદેશમાં અત્યાર સુધીમાં 226 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સિવાય ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું ગ્રોસ કલેક્શન 612 કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે.