સારા અલી ખાન વિકી કૌશલ સાથે IPL ફાઈનલ જોવા પહોંચી, બંનેની તસવીરો વાયરલ, જલક જોવા માટે ફેન્સ ઉમટ્યા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

આજે એટલે કે 29 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023ની ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. દરેક ક્રિકેટ પ્રેમી આ મેચને એન્જોય કરી રહ્યા છે. બોલિવૂડ કલાકારો પણ પાછળ નથી.

સારા અલી ખાન અને વિકી કૌશલ સ્ટેડિયમમાં સાથે મેચની મજા લેતા જોવા મળ્યા હતા. સારા અલી ખાન અને વિકી કૌશલ આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ જરા હટકે જરા બચકેને લઈને ચર્ચામાં છે. રિલીઝ પહેલા બંને પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન બંને આઈપીએલની ફાઈનલ મેચ જોવા માટે સાથે અમદાવાદ પહોંચ્યા હતા.

વિકી અને સારાની તસવીર

સીએસકે અને જીટી વચ્ચે આઈપીએલની ફાઈનલ મેચ શરૂ થતાં જ વિકી અને સારા પણ સ્ટેડિયમમાં લગાવેલા કેમેરાની નજરમાં કેદ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા યુઝર્સે ટ્વિટર પર બંનેની તસવીરો શેર કરવાનું શરૂ કર્યું. આગળની તસવીરમાં બંનેને એકસાથે જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, પહેલા આઈપીએલની ફાઈનલ મેચ 28 મેના રોજ રમાવાની હતી, પરંતુ ભારે વરસાદને કારણે ગઈકાલે મેચ રદ્દ કરવી પડી હતી. અને આ મેચ સોમવારે થઈ રહી છે.

અંબાલાલ પટેલે કરી આકરી આગાહી, 10 જૂન સુધી વરસાદ અને વાવાઝોડાનો ગુજરાત પર મોટો ખતરો

તમારે ખાસ જાણવા જેવા સમાચાર: 2000ની નોટ પર કોર્ટનો મોટો નિર્ણય, RBI વિરુદ્ધ દાખલ અરજી ફગાવી દીધી

રાજકોટમાં ફરીથી બાગેશ્વર બાબાને લઈ ઘમાસાણ: કથિત કલ્કી અવતારે કહ્યું- ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે, કારણ કે…

સારા-વિકી પહેલીવાર સાથે જોવા મળશે

જો કે સારા અલી ખાન અને વિકી કૌશલની વાત કરીએ તો બંને પોતાની ફિલ્મને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યા છે. બંનેના ફેન્સ બંનેને એકસાથે સ્ક્રીન પર જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ પહેલીવાર છે જ્યારે સારા-વિકી સ્ક્રીન શેર કરી રહ્યાં છે. જરા હટકે જરા બચકેના ઘણા ગીતો પણ રિલીઝ થયા છે, જેમાં સારા અને વિકીનો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો હતો. ચાહકોને તમામ ગીતો ખૂબ જ પસંદ છે. આ ફિલ્મ 2 જૂને રિલીઝ થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે પહેલીવાર સ્ક્રીન પર જોવા મળેલી આ જોડી ધૂમ મચાવે છે કે કેમ.


Share this Article