રીના મામનાણી ( અમદાવાદ ): ગાંધીનગરમાં લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા દ્વિતીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન હેલિપેડ સેન્ટર ગાંધીનગર ખાતે તારીખ 18 થી 21 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ એક્ઝિબિશનમાં 700થી વધુ વિવિધ પ્રકારના વેપાર, ઉત્પાદનો તેમજ સેવા અને સ્ટાર્ટઅપના સ્ટોલ જોવા મળશે.
શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા જ્ઞાતિના સભ્યોને તેમના વેપાર, ઉત્પાદનો તથા સેવાને યોગ્ય પ્રચાર પ્રસાર કરવાનો મોકો મળે એ ઉદ્દેશથી “લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ” ની રચના કરવામાં આવી છે. આ અંતર્ગત ગત વર્ષ યુગાન્ડા (આફ્રિકા) ખાતે પ્રથમ વૈશ્વિક એક્ઝિબિશનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 22 દેશોમાં વસતા લોહાણા ભાઈ બહેનો એ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત અનેક જ્ઞાતિ બંધુઓને સારી તકો પ્રાપ્ત થઇ હતી.
આ અંગે વાત કરતા લોહાણા મહાપરીષદના પ્રમુખ સતીષભાઈ વિઠ્ઠલાણીએ કહ્યું કે, ગાંધીનગરમાં લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા દ્વિતીય એક્ઝિબિશનનું આયોજનનું આયોજન હેલિપેડ સેન્ટર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. લોહાણા સમાજના તમામ લોકોને સાંકળીને આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન પહેલા અમે જામનગરમાં મિટિંગ પણ રાખી હતી, જેના થકી અમે લોહાણા સમાજના દરેક વ્યક્તિ સાથે આ એક્ઝિબિશનની વાત પહોંચાડી રહ્યા છે.
ગાંધીનગરમાં આયોજિત આ એક્ઝિબિશનમાં કુલ પાંચ ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં 700થી વધુ વિવિધ પ્રકારના વેપાર, ઉત્પાદનો તેમજ સેવા અને સ્ટાર્ટ અપ માટેના સ્ટોલ બનાવવામાં આવશે. આ એક્ઝિબિશનમાં દેશ વિદેશમાંથી લોહાણા ભાઈ અને બહેનો મોટી સંખ્યામાં ભાગ લેશે તેવી અપેક્ષા છે. આ એક્ઝિબિશનનો ઉદ્દેશ આપણી જ્ઞાતિના લોકોને તેમના વેપાર, ઉત્પાદનો તથા સેવાઓ માટે વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
મિચોંગ વાવાઝોડું ગુજરાતને પણ નહીં છોડે, અંબાલાલની આગાહી થતાં જ ફફડાટ, જેની બીક હતી આખરે એ જ થયું!!
તેમણે વધુમાં કહ્યું કે, લોહાણા સમાજના યુવા ભાઇ-બહેનોમાં ખૂબ જ ટેલેન્ટેડ છે. ગુજરાત ઉપરાંત વિશ્વના તમામ દેશોમાં લોહાણા સમાજના લોકો આજે વસવાટ કરી રહ્યા છે. લોહાણા સમાજના 1 હજારથી વધુ દિકરી અને દિકરાઓ સી.એ.ની ડિગ્રી ધરાવે છે, જેનો સમગ્ર લોહાણા સમાજને ખૂબ ગર્વ છે.