મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ છે “ચા”ના જબરા શોખીન, કચ્છમાં સામાન્ય નાગરિક જેમ ચાની લિજ્જત માણી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

GUJARAT NEWS: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાની તેમની મુલાકાત દરમ્યાન આજે ખાવડા જંક્શન પર સામાન્ય નાગરિક જેમ ચાની લિજ્જત માણી હતી. આ સાથ તેમના મંત્રી સાથી કનુ દેસાઈ પણ ચા પીતા જોવા મળ્યા હતા.

મુખ્યમંત્રી ગઈકાલથી કચ્છની મુલાકાતે છે અને ત્યાં તેમણે ધોરડો ખાતે રણોત્સવમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ કચ્છમાં નિર્માણ પામી રહેલા સૌથી મોટા રીન્યુ એબલ એનર્જી પાર્કની કામગીરી નિરીક્ષણ માટે મુલાકાત લીધી હતી.

કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં ઉજવાતા રણોત્સવમાં આવતા દેશ વિદેશના સહેલાણીઓ માટે વધુ એક આકર્ષણરૂપે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો. સફેદ રણ, હડડપીય સભ્યતાનું ધોળાવીરા, લખપત ખાતે આવેલી બૌદ્ધ ધર્મની ગુફાઓ, કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવર, કચ્છના કુરુક્ષેત્ર સમું ઝરાનું યુદ્ધ, કચ્છની વિરાંગનાઓએ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તૂટેલા એર સ્ટ્રીપને ફરી ઉભો કર્યો તે ઘટના, રક્ષક વન, કચ્છની હસ્તકલા, કસબ અને કારીગરી, કચ્છની શોર્ય અને વીરતા, 26 જાન્યુઆરી 2001માં કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપ અને તેમની સ્મૃતિમાં ભુજમાં બનેલ સ્મૃતિ વન, વિશ્વના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્ક વગેર આકર્ષિત રીતે રજૂ થયેલા કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિના પાસાઓ નિહાળ્યા હતા.

Ahmedabad: સરખેજમાં કપિરાજે 25 લોકોને બચકા ભર્યા, વનવિભાગને જાણ હોવા છતાં પણ અજાણ

રાહુલ ગાંધીએ પદ્મશ્રી એવોર્ડ પરત કરનાર પહેલવાન બજરંગ પુનિયા સાથે કરી મુલાકાત, પહેલવાનોની જાણી સમસ્યાઓ

અંબાલાલ પટેલની માથાભારે આગાહી, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પડશે હાડ થીજવતી ઠંડી

આ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં મુખ્યમંત્રી તેમજ તેમની સાથે ઉપસ્થિત મહાનુભાવોએ મારી ભૂમિ-કચ્છની ભૂમિ-રણની ભૂમિ-યદ્ધની ભૂમિ થીમ પર તૈયાર થયેલ શોમાં ઔતિહાસિક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


Share this Article