એક વાત ખુબ જાણીતી છે કે, વિશ્વમાં લગભગ 2000થી વધુ કેરીની જાતો છે અને તેમાં ભારતમાં 1800થી વધુ કેરીની જાતો છે. ત્યારે પ્રશ્વ થાય કે કેરીનું અસ્તિત્વ કઈ રીતે આવ્યું હશે અને કેરીનો જન્મ ક્યારે થયો હશે. તો તમને જણાવી દઈએ કે કેરીનો જન્મ સોરઠમાં 25 મે 1934 ના રોજ થયો હતો. તેથી આ દિવસને કૃષિ યુનિવર્સીટી દ્વારા મેંગો ડે તરીકે ઉજવવામાં આવે છે. પાકોમાં કેરી એ ખૂબ જ અગત્યનો પાક છે. જેને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે.
પ્રથમ વાર ઉજવાયેલ મેંગો ડે દ્વારા સોરઠની પ્રખ્યાત કેસર કેરીને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ઓળખ મળે અને કેસર કેરીનો રસપ્રદ ઈતિહાસ લોકો જાણી શકે તે માટે પ્રથમવાર મેંગો ડેની ઉજવણી કરવામાં આવી હતી . સૌરાષ્ટ્રનું નામ જેણે આખી દુનિયામાં રોશન કર્યું એ એટલે કે કેસર કેરી. આ કેરીના રૂપ રંગ અને સ્વાદને કારણે તેને કેસર નામ આપવામાં આવ્યું હતું. કેરીનો જન્મ સોરઠમાં 25 મે 1934 ના રોજ થયો હતો. તેથી આ દિવસને કૃષિ યુનિવર્સીટી દ્વારા મેંગો ડે તરીકે ઉજવવામાં આવે છે.
ઈતિહાસ તરફ નજર કરીએ તો આ પહેલાના વર્ષે ભાઈની આંબડી તરીકે ઓળખતા ફળને પહેલા માંગરોળમાં ઉગાડવામાં આવી હતી. ત્યાર બાદ જુનાગઢમાં આવેલી ગીરનાર તળેટીમાં 75 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
ગરમીથી મોટી રાહત: હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
આ કેરીની ગુણવતા અને કલર જોઈ જુનાગઢના નવાબ મહોબતખાન બાબીએ 25 મે, 1934ના રોજ કેસર કેરીનું નામ આપ્યુ હતું. આજે મેંગો ડે નિમિતે કૃષી યુનિવર્સીટી દ્વારા કેસર કેરી પર એક દિવસના વર્ક શોપનું આયોજન કરવામાં આવ્યું હતું.