Business News: આગામી સમયમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે એવી વાતો સાંભળવા મળી રહી છે પરંતુ હાલમાં એવું કંઈ દેખાતું નથી. તાજેતરમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ એક સારી તક હોઈ શકે છે. જો કે, ખરીદી કરતા પહેલા તેના નવીનતમ દરો એકવાર ચેક કરી લેવા જોઈએ.
આજે સોનાના ભાવ શું છે?
આજે એટલે કે શુક્રવાર ના રોજ, MCX એક્સચેન્જ પર ડિલિવરી માટે સોનું 61,912 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. આજે સવારે સોનું રૂ. 62,108ના ભાવે ખુલ્યું હતું. ત્યારબાદ સોનું વધીને રૂ. 62,431 પર ટ્રેડ થઈ રહ્યું છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાના એક તોલાના ભાવ હાલમાં 63,845 રૂપિયા બોલાઈ રહ્યા છે.
MCX એક્સચેન્જ પર આજે એટલે કે શુક્રવારે ચાંદી રૂ. 70,013 પ્રતિ કિલોના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે. પછી ચાંદીમાં વધારો થયો છે અને તે 71,703 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.