Rajasthan News: રાજસ્થાનમાં ભાજપને પ્રચંડ જીત મળ્યા બાદ હવે આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માએ શપથગ્રહણ કર્યા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યમંત્રી તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને શપથ લેવડાવ્યા હતા. રાજસ્થાનમાં સત્તા ગુમાવી ત્યારથી રાહુલ ગાંધી અશોક ગેહલોતથી નારાજ છે. એવું કહેવાય છે કે ઉમેદવારોની પસંદગીમાં ગેહલોતની પોતાની રીત હતી જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ મોટી સંખ્યામાં ધારાસભ્યો અને મંત્રીઓની ટિકિટ કાપવા માંગે છે.
આજે જયપુરમાં જ્યારે ભાજપના ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે અશોક ગેહલોતની હસતી તસવીર સામે આવી હતી. તમને જણાવી દઈએ કે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની સામે ઉભેલા વ્યકિત બીજું કોઈ નહીં પણ આપણા નીતિન કાકા છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તે જ સ્ટેજ પર બિરાજમાન હતા.
#WATCH | Former Rajasthan CM and senior Congress leader Ashok Gehlot at the swearing-in ceremony of Rajasthan CM-designate Bhajanlal Sharma, in Jaipur
Diya Kumari and Prem Chand Bairwa will also be sworn in as deputy chief ministers of the state. pic.twitter.com/n2Yrgqp40F
— ANI (@ANI) December 15, 2023
પરંપરા મુજબ ચૂંટણી જીત્યા બાદ નવા મુખ્યમંત્રીના સપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રીને પણ બોલાવવામાં આવે છે પરંતુ જ્યારે કેમેરા સ્ટેજ તરફ ઝૂમ થયો ત્યારે ગેહલોત કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની બાજુમાં બેઠા હતા અને કોઈક વાત ઉપર હસતા જોવા મળ્યા હતા.
Breaking News: AAP ધારાસભ્યની મુશ્કેલીઓ વધી, કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”
કોંગ્રેસે છત્તીસગઢમાં પણ સત્તા ગુમાવી છે પરંતુ ભૂતપૂર્વ સીએમ ભૂપેશ બઘેલની કોઈ હસતી તસવીર જોવા મળી નથી. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં ભાજપને 115 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને 69 બેઠકો મળી હતી. રાજ્યની 200માંથી 199 બેઠકો પર મતદાન થયું હતું. એક બેઠક પર ઉમેદવારના અવસાનને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ભજનલાલ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. મંગળવારે પક્ષના કેન્દ્રીય નિરીક્ષકો રાજનાથ સિંહ, સરોજ પાંડે અને વિનોદ તાવડેની હાજરીમાં ભાજપ વિધાનસભ્ય દળની બેઠકમાં તેમને મુખ્ય પ્રધાન-નિયુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.