ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. શનિવારે તેમને દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડોક્ટર વિનીત સૂરીની દેખરેખ હેઠળ અડવાણીની સારવાર કરવામાં આવી રહી છે.
તેમની તબિયત સ્થિર છે.
લાલકૃષ્ણ અડવાણી 97 વર્ષના છે. છેલ્લા 4-5 મહિનામાં આ ચોથી વખત છે જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, પૂર્વ નાયબ વડા પ્રધાન ડોકટરોની દેખરેખ હેઠળ છે. તેમની તબિયત સ્થિર છે.
આરોગ્યને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અડવાણી
અડવાણીને વારંવાર સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે તેમને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જુલાઈમાં તેમને દિલ્હી એઈમ્સમાંથી રજા આપવામાં આવ્યાના થોડા દિવસો પછી તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વાજપેયીની સરકારમાં નાયબ વડાપ્રધાન
અડવાણીએ ૨૦૦૨ થી ૨૦૦૪ દરમિયાન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. 1980માં જનતા પાર્ટીના વિઘટન બાદ અડવાણીએ અટલ બિહારી વાજપેયી સાથે મળીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સ્થાપના કરી હતી. તેમણે સાથે મળીને પાર્ટીની વિચારધારાને આકાર આપવામાં અને સમગ્ર ભારતમાં તેના પ્રભાવને વિસ્તારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સોના-ચાંદીમાં પ્રોફિટ બુકિંગ, MCX પર ભાવ ઘટ્યા; પરંતુ બજારમાં ખરીદી મોંઘી થશે
‘પુષ્પા 2’ના સ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ, જાણો શા માટે હૈદરાબાદ પોલીસે તેને પકડ્યો
1990માં રથયાત્રાનું નેતૃત્વ કર્યું હતું
અડવાણીની રાજકીય કારકિર્દીમાં એક સીમાચિહ્નરૂપ રામ જન્મભૂમિ ચળવળનું તેમનું નેતૃત્વ હતું. અયોધ્યામાં વિવાદિત બાબરી મસ્જિદ સ્થળ પર રામ મંદિર નિર્માણની હિમાયત કરતી તેમની 1990ની રથયાત્રાએ હિન્દુ રાષ્ટ્રવાદી ભાવનાઓને ભડકાવી અને તેમને એક અગ્રણી જન નેતા તરીકે સ્થાપિત કર્યા.