Corona In Gujarat: ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો ચેપ વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 નવા દર્દીઓમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 300ને પાર પહોંચી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. કોવિડના વધતા કેસનો રિપોર્ટ ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ લઈ રહ્યા છે. રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ H3N2 વાયરસનો ચેપ પણ સામે આવ્યો છે. બે દિવસ પહેલા વડોદરામાં એક મહિલાનું મોત થયું હતું. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અંતિમ રિપોર્ટ આવવાનો બાકી છે. ત્યાર બાદ જ કહી શકાશે કે મોતનું કારણ શું છે. અગાઉ મહિલાના ઈન્ફલ્યુએન્ઝા વાયરસના ચેપની પુષ્ટિ થઈ હતી.
રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં 55 ટકાનો વધારો થયો છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 49 દર્દીઓ મળી આવ્યા છે. મહેસાણામાં 10, રાજકોટ શહેરમાં 8, સુરત શહેરમાં 6 કેસ નોંધાયા છે. સાબરકાંઠા જિલ્લા અને વડોદરા શહેરમાં 5-5 દર્દીઓ મળી આવ્યા છે. પોરબંદર, રાજકોટ જિલ્લામાં બે-બે, અમરેલી, ભરૂચ અને વલસાડમાં એક-એક દર્દીની પણ પુષ્ટિ થઈ છે. રાજ્ય સરકારના હેલ્થ બુલેટિન મુજબ 22 દર્દીઓને રજા આપવામાં આવી છે.
નવા કેસના આગમનને કારણે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 336 થઈ ગઈ છે, જેમાંથી પાંચ વેન્ટિલેટર પર છે. 331ની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 11047 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1154 લોકોને કોરોનાની રસી પણ મળી છે. એક દિવસ પહેલા સુધી રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 286 હતી. એક અનુમાન મુજબ, છેલ્લા છ મહિનામાં કોરોના કેસમાં આ મોટો વધારો છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે હવામાનમાં ફેરફાર અને કમોસમી વરસાદને કારણે કોરોના અને H3N2ના કેસમાં વધુ વધારો થઈ શકે છે. બુધવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ નોંધાયો હતો.
સગાઈ તૂટવાના આઘાતમાંથી બહાર આવીને કિંજલ દવે પરિવાર સાથે પહોંચી રાજલ બારોટના ઘરે, ખુબ મોજ મસ્તી કરી
ભારતીયોના જીવ સાથે ઘાતક ષડયંત્ર! WHOની ચેતવણી, મીઠાને લઈ આમ કરવાથી બચી જશે 70 લાખ લોકોના ‘જીવન’
રોજ રાજ્યમાં ઠેર-ઠેર હળવા અથવા ભારે પવન સાથે માવઠાંની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરનો સમાવેશ થાય છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના મહત્વના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સેટેલાઈટ તસવીરમાં ગુજરાત આખું વાદળોથી ઘેરાયું નજરે પડી રહ્યું છે.