હાલમાં ગુજરાતના કોઈ ગામડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં લાઈટ બિલ માટે અરજી કરવામાં આવી રહી છે . પ્રખ્યાત ગીત રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જવું ગમતું નથી.. આ ગીતના ટોન પર ઈલેટ્રિક વિભાગનો એક કર્મચારી લાઈટ બિલ માટે લોકોને અરજી કરી રહ્યો છે અને કઈ રીતે લાઈટ બિલનો બચાવ કરો એ અંગે માહિતી આપી રહ્યો છે. આ વીડિયો હવે લોકો ઈન્ટરનેટ પર વાયરલ કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે કે આવી રીતે લાઈટ બિલ કોઈ માંગે તો બાકી બિલની વાત જવા દો, એડવાન્સ પણ ભરી દઈએ.
આ કર્મચારી ગીત ગાઈ રહ્યો છે કે રસિયો રૂપાળો રંગ રેલિયો મારો લાઈટ બિલ ભરતો નથી. પછી ઘરનું કનેક્શન કપાઈ રે, કે લાઈટ બિલ ભરતો નથી. હે પછી ઘરનો પંખો બંધ થાય રે, કે લાઈટ બિલ ભરતો નથી. આ રમુજી ગીત તમે અહીં આ લિંકમાં સાંભળી શકો છો.
https://www.facebook.com/kinner.aacharya.5/videos/595991569103542
હજુ પાંચ દિવસ પહેલા જ સમાચાર સામે આવ્યા હતા કે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા માર્ચ મહિનાની શરૂઆત થતા પાલિકાની સાથે વીજ કંપનીએ પણ બાકી બીલની ઉઘરાણી શરૂ કરી હતી. જેમાં તિથલ બીચ ખાતે સહેલાણીઓની સુરક્ષા માટે લગાવવામાં આવેલી લાઈટનું બિલ છેલ્લા 6 માસ ઉપરાંતથી બાકી રહેતા વલસાડ વીજ કંપનીના અધરીકારીઓએ નોટિસ પાઠવી હતી. તેમ છત્તા વન વિભાગ દ્વારા વીજ બિલ ન ભરતા વીજ કંપનીએ લાઈટનું મીટર કાપી નાખતા અંધારપટ છવાઈ ગયો હતો.
તિથલ બીચ ઉપર આવેલ પાર્કિંગની આવક મંડળીના ખાતામાં જમા કરવામાં આવે છે. વન અધિકારીની સહી વડે ખાતાની દેખરેખ રાખવામાં આવે છે. વીજ કંપનીને વન વિભાગે બિલ ન ચુકાવતા આજે સહેલાણીઓએ અંધારામાં રહેવાનો વારો આવ્યો છે.