Business News: વિશ્વના ટોચના અમીરોની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. જેમાં ટેસ્લાના એલોન મસ્કથી લઈને ભારતના મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનો સમાવેશ થાય છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના તાજેતરના ડેટા અનુસાર, વિશ્વના ટોચના 20 અમીર લોકોમાં 15 અમીર લોકોની સંપત્તિમાં ઘટાડો થયો છે. ટેસ્લાના વડા એલોન મસ્કને સૌથી વધુ નુકસાન થયું છે. ટેસ્ટા શેરમાં ઘટાડાને કારણે એલોન મસ્કની નેટવર્થમાં $6.41 બિલિયન (લગભગ રૂ. 54,206 કરોડ)નો ઘટાડો થયો છે.
અહીં ભારતના બે સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ ઘટાડો થયો છે. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો થવાથી મુકેશ અંબાણીને પણ નુકસાન થયું છે. સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 0.98 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. જેના કારણે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ઘટીને $91 બિલિયન થઈ ગઈ છે. નેટવર્થમાં આ ઘટાડા પછી મુકેશ અંબાણી અમીરોની ટોપ 10 યાદીમાંથી બહાર થઈ ગયા છે.
ગૌતમ અદાણીને પણ નુકસાન થયું હતું
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના ડેટા અનુસાર, અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ $668 મિલિયનનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પછી, ગૌતમ અદાણી ટોચના અમીરોની યાદીમાં 19માં સ્થાને પહોંચી ગયા છે. સોમવારે તેમની નેટવર્થમાં $668 મિલિયનના ઘટાડા પછી, ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને $65.2 બિલિયન થઈ ગઈ છે. ગૌતમ અદાણીને આ વર્ષે અત્યાર સુધીમાં કુલ $55.3 બિલિયનનું નુકસાન થયું છે. ટોપ 5માં કોઈ ભારતીય નથી.
આજે ગણેશ ચતુર્થીમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, ગુજરાતના આટલા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીથી તબાહી
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સની તાજેતરની સૂચિ અનુસાર, તેમની નેટવર્થમાં ભારે ઘટાડા છતાં, એલોન મસ્ક ટોચ પર છે. બર્નાર્ડ આર્નોલ્ડ 172 બિલિયન ડોલર સાથે બીજા સ્થાને છે. એમેઝોનના ચીફ જેફ બેઝોસ $164 બિલિયન સાથે ત્રીજા સ્થાને અને બિલ ગેટ્સ $128 બિલિયન સાથે ચોથા સ્થાને છે. લેરી એલિસન $128 બિલિયન સાથે પાંચમા નંબરે છે. આ લિસ્ટ અનુસાર ટોપ 5માં કોઈ ભારતીય સામેલ નથી, ટોપ 10માં તો એકલા જ છે. આ પહેલા મુકેશ અંબાણી ટોપ 10માં સામેલ હતા. સોમવારે પતન બાદ મુકેશ અંબાણી ટોપ 10ની યાદીમાંથી બહાર થઈ ગયા છે.