Cricket News: ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝનની હરાજીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ઘણી અટકળો થઈ રહી છે. સૌથી વધુ ચર્ચા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ થવાની હતી. હવે આ બધી બાબતો પરથી પડદો હટી ગયો છે. તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે અને હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જોડાવાના સમાચાર અફવા સાબિત થયા છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ ટાઇટલ જીતવામાં ગુજરાત ટાઇટન્સ ટીમનું નેતૃત્વ કરનાર કેપ્ટન હાર્દિક પંડ્યા નવી સિઝનમાં પણ આ જ ટીમ માટે રમશે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે તેની ડીલ થઈ રહી હોવાના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે હાર્દિક તેની જૂની IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે કે વર્તમાન ટીમ ગુજરાત સાથે રહેશે.
આઈપીએલ 2024 માટે રવિવારે 26મી નવેમ્બરની સાંજે હરાજી પહેલા તમામ ટીમોના રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર થવાની હતી. દરેક ટીમ માટે હરાજી પહેલા તેની ટીમને અંતિમ રૂપ આપવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી પરંતુ સ્ટાર સ્પોર્ટ્સના આઈપીએલ રિટેન્શન શોમાં આ વાતનો ખુલાસો થયો છે.
આ ખેલાડીઓને જાળવી રાખ્યાં
રોહિત શર્મા (કેપ્ટન), ડેવાલ્ડ બ્રુઈસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, કેમેરોન ગ્રીન, શમ્સ મુલાની, જસપ્રિત બુમરાહ, નેહલ વાધેરા, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, જેસન બેહરનડોર્ફ શેર્ડર.
આ ખેલાડીઓને મુક્ત કર્યા
જોફ્રા આર્ચર, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડુઆન જેન્સન, જ્યે રિચાર્ડસન, રિલે મેરેડિથ, ક્રિસ જોર્ડન, અરશદ ખાન, રમનદીપ સિંહ, રિતિક શૌકીન, રાધવ ગોયલ, સંદીપ વોરિયર.