ગુજરાત સરકાર મેદાને ઉતરી, લવ જેહાદ મામલે આરપારના મૂડમાં, દરેક હોટેલમાં જઈને પોલીસ ચેકીંગ કરશે, જો કોઈ ઝડપાયું તો…

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News : વડોદરામાં એક પછી એક લવજેહાદના કિસ્સાઓ સામે આવતા કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. લવ જેહાદના ષડયંત્રોને લઇને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન સામે આવ્યું છે, રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ઘરે ઘરે સંપર્ક દરમિયાન લોકોમાં ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે. નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી લવજેહાદ કરવા મામલે સરકાર ખૂબ ગંભીર હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યની પોલીસને દરેક હોટલમાં જઈ ચેકીંગ કરવાના આદેશ આપ્યા છે.

તથા વડોદરાની ઘટનામાં ફરિયાદ નોંધવા પોલીસને તપાસના આદેશ આપ્યા હતા તેમજ સરકારની બે એજન્સી તપાસ કરી રહી છે. વધુમાં જણાવ્યું કે, દીકરીઓના પરિવારને વિનંતી છે કે હિંમત કરીને આગળ આવે, અમે પરિવારનું નામ અને ઓળખ ગુપ્ત રાખીશું. આ સાથે જ હર્ષ સંઘવીએ લોકસભામાં ભાજપ તમામ 26 બેઠક મોટા માર્જીનથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે લોકોએ ફરી એકવાર ભાજપ સરકાર બનાવવાનું મન બનાવ્યું છે.

તમામ હોટલોમાં ચેકિંગ

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ કિસ્સો સામે આવતા તાત્કાલિક પોલીસને તપાસનો આદેશ આપ્યો હતો. તેમણે ઉમેર્યું કે, આ કિસ્સો માત્ર વડોદરા પુરતો જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં આવા કિસ્સાઓ ન બને તે માટે તમામ હોટલોમાં ચેકિંગ ચાલુ છે. તેમજ આ પ્રકારની ઘટના કોઈના પણ ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસને જાણકારી આપવી અમે આ બાબતે ખૂબ ગંભીરતા પૂર્વક પગલા ભરવા માટે મક્કમ છીએ.

એલન મસ્કની સંપત્તિમાં 47000 કરોડનો ઘટાડો, અદાણીને 26000 કરોડનું નુકસાન, જાણો શા માટે બન્ને ધોવાઈ ગયા?

પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી, ગુજરાત સરકારનું પાણીમાં ‘પાણી’ મપાઈ ગયું, અનેક વિસ્તારોમાં રસ્તા નદી બન્યાં

વડોદરામાં  વિધર્મી યુવકે યુવતીને ફસાવી હતી

થોડા દિવસ પહેલા વડોદરામાં વિધર્મી યુવકે નામ બદલી હિન્દુ યુવતીને ફસાવવી હતી. વીડિયો વાયરલ થયા બાદ મકરપુરા પોલીસે ઈરફાન દીવાન સામે કાર્યવાહી કરી હતી. બોગસ આધારકાર્ડ આપનારા હિતેશ ઠાકોર સામે પણ કડક કાર્યવાહી કરાઈ છે. મકરપુરા પોલીસે ઈરફાન દીવાન, હિતેશ ઠાકોરની ધરપકડ કરી છે,  હોટલ રાધેના મેનેજર દિનેશ ચૌધરીની પણ ધરપકડ કરાઈ છે. હિતેશ ઠાકોરે ઈરફાન દીવાનને પોતાનું આધારકાર્ડ આપ્યું હતું, તેમજ હોટલમાં રૂમ બુક કરાવવા જે આધારકાર્ડનો ઉપયોગ કરાયો હતો. પોલીસે તે ત્રણેયએ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

 

 


Share this Article