ગઈકાલે ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાલ ડેડીયાપાડા પોલીસ સામે સરેન્ડર કર્યુ હતું. વનકર્મી પર હુમલો કરવાના મામલે ચૈતર વસાવા આજે સરેન્ડર કરીને ડેડીયાપાડા પોલીસ સ્ટેશને હાજર થયા છે. નર્મદામાં વનકર્મી પર હુમલો કરવા મામલે ગઇકાલે એટલે કે ગુરુવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. વનકર્મીને માર મારવાના કેસમાં ચૈતર વસાવા છેલ્લા 1 મહિનાથી ફરાર હતા. જો કે, ગુરુવારે પોલીસ સમક્ષ હાજર થતા તેમને આજે કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ ચૈતર વસાવાની પૂછપરછ માટે કોર્ટમાં રિમાન્ડની માગ કરશે.
આજે કોર્ટ સામે થશે હાજર
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર નર્મદામાં વનકર્મી પર હુમલો કરવા અને ફાયરિંગ સહિતના આરોપ હેઠળ કેસ નોંધાયેલ છે. આ કેસમાં ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટ અને ત્યાર બાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને બંને કોર્ટે ફગાવી દીધી હતી. ચૈતર વસાવા છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભમાં હતા. જો કે, ગુરુવારે અચાનક તેમણે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. દરમિયાન મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
જો કે, આજે એટલે કે શુક્રવારે પોલીસ ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરશે અને તેમની પૂછપરછ માટે રિમાન્ડની માગ કરશે. અગાઉ ચૈતર વસાવાએ આ કેસમાં સેશન્સ કોર્ટ અને ત્યાર બાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.
મારી પર ખોટા આરોપો લગાવાયા છેઃ ચૈતર વસાવા
પોલીસ સમક્ષ સરેન્ડર કરતા પહેલા આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે, ‘મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવાનું કાવતરું ઘડવા આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, મારી પત્નીને પણ જેલમાં બંધ કરવામાં આવી છે. પરંતુ, હું ડરવાનો નથી અને હું મારી અને આદિવાસીઓ માટે લડત ચાલુ રાખીશ.’મોટી સંખ્યામાં આવેલા ચૈતર વસાવાના સમર્થકો અને હાજર પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી.
ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”
તમને જણાવીએ કે, આ મામલે નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સૂંબેએ જણાવ્યુ હતુ કે, ‘વનવિભાગના કર્મચારીઓ તરફથી ફોરેસ્ટ વિસ્તારમાં ખેડૂતો દ્વારા દબાણ કરી ખેતી કરવામાં આવી હતી. તેને લઈને વનવિભાગે કાર્યવાહી કરી હતી અને ખેતી કાઢી નાંખી હતી. ત્યારે આ અંગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓને ઘરે વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. વનવિભાગના કર્મચારીઓ જ્યારે તેમના ઘરે ગયા ત્યારે તેમની સાથે બોલાચાલીની સાથે સાથે માર પણ મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને ધમકાવ્યા હતા અને ખેડૂતોને પાકના પૈસા આપવા માટે જણાવ્યું હતું. જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.