Business news: RBIએ ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ હજુ પણ 6.50 ટકા પર રહેશે. રેપો રેટમાં છેલ્લો ફેરફાર ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યો હતો. જ્યારે રેપો રેટ 6.25 થી વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. રેપો રેટમાં કોઈ ફેરફાર દર્શાવે છે કે RBI હાલમાં ફુગાવાના સ્તરને લઈને સંતોષકારક સ્થિતિમાં હોવાનું જણાય છે. આ સતત ચોથી વખત છે જ્યારે RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
એમપીસીની બેઠકમાં રેપો રેટ ન વધારવાનો નિર્ણય 5-1 મતથી લેવામાં આવ્યો હતો. MPC બેઠકમાં લેવાયેલા નિર્ણયોનું વર્ણન કરતાં RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે કોર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં ઘટાડો એ સારો સંકેત છે.
લોન મોંઘી નહીં થાય
રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો અર્થ એ છે કે ઘર, વાહન સહિતની વિવિધ લોન પરના માસિક હપ્તા (EMI)માં કોઈ ફેરફાર થશે નહીં. આ સાથે, સેન્ટ્રલ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે તેના આર્થિક વિકાસ દરના અંદાજને પણ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવાનો અંદાજ પણ 5.4 ટકા જાળવવામાં આવ્યો છે.
1000થી વધારે લોકોના લાશોનો ઢગલો…. આજથી બરાબર 55 વર્ષ પહેલા પણ સિક્કિમમાં કુદરતે કહેર મચાવ્યો હતો
અમિતાભ બચ્ચન પૈસા કમાવાની જગ્યાએ લૂંટાઈ ગયા, ફરિયાદ નોંધાતા હવે 10 લાખનો દંડ ભરવો પડશે!
ઘોર કળિયુગનો બાપ! માતાએ તેના સગા દીકરાને કાપી નાખ્યો અને પછી ઉકાળીને ખાઈ ગઈ, કારણ જાણીને ગાળો ભાંડશો
રેપો રેટ શું છે?
બુધવારથી શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા પછી, MPCના તમામ છ સભ્યોએ સર્વસંમતિથી રેપો રેપ હતો એ જ રાખવાનો નિર્ણય લીધો હતો.